________________
( ૨૪ )
દૂર કરનારા, સૂર્ય જેવા તેજપાલને જોઈ સૂર્યકાંત જેવા શ્રીમાન્ થુલ અધિક દીપવા લાગ્યું. ત્યાર પછી ઉત્સાહી મુખ–દીસિવાળા તેજપાલ, મેઘની જેમ પ્રચંડ ગર્જના કરતાં મંડલેશ્વર( ઘૂઘુલ ) પ્રત્યે ખેાલ્યા કે—‘ દુરાચારવાળા નાના આધાર!, ધરાને ભાર કરનારી સ્થિતિવાળા અનાત્મજ્ઞ! પેાતાને ન સમજનાર હે રાજન! ચાલુક્યકુલમાં સૂર્ય જેવા, ગુજરાતના રાજા( વીરધવલ )ને તે જે હાથે અજનગૃહ (મેશની ડબ્બી) વિગેરે ભેટણું કર્યું, તે પેાતાના હાથ તું મને જલ્દી દર્શાવ.'
કાનને આમળનારા તે વચનને સાંભળીને સળગતા અગ્નિની જેમ રુષ્ટ થયેલા ઘુલ પણ એણ્યેા કે— શિષ્ટજના પ્રત્યે દ્વેષ કરનાર ! કૂટ-બુદ્ધિ-ખલવડે ઉત્કટ ! સદા લાંચરૂપી માંસ ગ્રહણ કરવાવડે કલંકિત થયેલા રે રે ! પાપી ! પેાતાની પૂર્વ અવસ્થાને શું ભૂલી જાય છે ? એવી રીતે રાજાઓની અવજ્ઞા કરતાં નિશ્ચે તું જીવતા રહી શકીશ નહિ. સ્કુરાયમાન વૈરીએ પાસેથી મેળવેલી જયલક્ષ્મીને ક્રીડા કરવાના મંદિર જેવા આ તે જ હાથ છે, પરંતુ તારા જેવા વાણિયારૂપી કીડાનેા વધ કરવામાં ખરેખર લાજે છે. સિંહને હરણ સાથે અથવા ગરુડને કાગડા સાથે; તેમ તારી સાથે મારી રણક્રીડા કીર્તિ માટે કે જયલક્ષ્મી માટે ન થઇ શકે.’
ત્યાર પછી કાપવડે વિકરાળ બનેલા તે અનેનું યુદ્ધ, કિરાત અને અર્જુનની જેમ દેવા અને દાનવાદ્વારા પણ દુ:ખે જોઈ શકાય તેવું થયું. તે વખતે પ્રકટ પરાક્રમવાળા ખીજા વીરાએ પણ સ્વામીના કાર્યમાં ઉત્સુક થઈ એક બીજાને ખેલાવી ચેાગ પ્રમાણે યુદ્ધ કર્યું. ત્યાર પછી મત્રિરાજે દિવ્યમલના ઉલ્લાસથી લીલાપૂર્વક ક્ષણવારમાં
તેજપાલના વિજય.