________________
( ૩ ) જોઈ શકે છે કે બીજાઓ પર ધર્મન્ઝનુનનો મિથ્યા આરોપ મૂકનારા લેખકે સ્વયમેવ કેટલો બધો ઉત્કટ ધર્મ–પ્રેમ ઝનૂન) કેળવ્યું છે? ઈતિહાસની અગમ્ય ફિલસૂફી ઉચ્ચારતા અપૂર્વ ઇતિહાસવેત્તાએ કેટલી બધી ન્યાયવૃત્તિ દર્શાવી છે! કેટલું બધું માધ્યચ્ચ જાળવ્યું છે? કેટલી સત્ય-પ્રિયતા સૂચિત કરી છે? એમ કરતાં સ્વદેશ–પ્રેમ કે સ્વદેશ–દ્રોહ દર્શાવ્યો છે? એ એતિહાસિક નામે ઓળખાતી ઈતિહાસ–વિનાશક નવલકથાઓ વાંચનારા અને સાચા ઈતિહાસને તુલનાત્મક બુદ્ધિથી જાણનારા જ સમજી શકે તેમ છે. જેન–સમાજ અને ધર્મ તરફ ભ્રમ વા અજ્ઞાન ફેલાવનારાઓ સામે જૈનધર્મપ્રકાશે સાચો પ્રકાશ આપવા અધી સદીમાં કેટલે અંશે પ્રયત્ન કર્યો છે? અથવા હવે તે પોતાની પ્રઢ અવસ્થામાં તેવો પ્રયત્ન કરી પોતાના નામને સાર્થક કરી કેવી રીતે દીપાવશે? અથવા જન–સમાજને સાચે પ્રકાશ આપવામાં તે કેટલે અંશે સફળ થશે–તે જોવાનું રહે છે.
ઉપર્યુક્ત મંત્રીશ્વરેના સંબંધમાં આ લેખકે “ગૂર્જશ્વરના મંત્રીશ્વરે” નામના નિબંધમાં એતિહાસિક દ્રષ્ટિએ સ્વપ પ્રયત્ન કરેલ હોવાથી અહિં માત્ર પિરવાડ વણિ સુપ્રસિદ્ધ જૈન મંત્રીશ્વર વસ્તુપાલના અનુજ સહોદર ક્ષાત્રતેજ ધરનાર તિર્ધર વીર મંત્રી તેજપાલની એક તેજસ્વી ઐતિહાસિક વિજ્ય-કથા રજુ કરવા ઈચ્છા છે. જે પરથી “વનરાજ ચાવડે” જેવી નવલકથામાં “શૂરવીર અને શ્રાવક” જેવાં પ્રકરણે દ્વારા શ્રાવક જેન–સમાજ તરફ કરાયેલે નિંદ્ય આક્ષેપ કેટલે અનુચિત અને અસ્થાને હતો એ પણ સમજી શકાશે. | વિક્રમની તેરમી સદીના છેલ્લા ચરણમાં–વિ. સં.