________________
૨૮
પાતશાહ બાધરશાહના રાજ્યમાં ઉપર્યુક્ત મહિમુદ વેગડ પછી થયેલા મુજફરના
પુત્રામાં શકંદરરાજાને ના ભાઈ બાધર બાધરશાહે હતો. જે પ્રતાપી અને સાહસી હતે. ચાંપાનેરમાં પૂર્વે થયેલા રાજપુત્રનાં ચરિત્રને કર્માશાહનું સાંભળનારે તે(શાહજાદો) પૃથ્વીનું
કરેલું નિરીક્ષણ કરવાના વ્યસનથી કેટલાક સમાન પરિચારક જને સાથે મહેલથી નીકળે
હતે. વિકમરૂપી ધનવાળો એ, પુર, નગર અને પત્તનોનું આક્રમણ કરતો અનુક્રમે ચિત્રકૂટદુર્ગ ( ચિત્તોડ ) ગયે હતો. ત્યાંના રાજાએ તેને બહુમાન આપ્યું હતું. ઓસવાળ વંશના તલાશાહના સત્પન્ન કરમા શાહ, ત્યાંના રાજા રત્નસિંહના રાજ્ય-વ્યાપારભાર-ઘરેય (પ્રધાન) હતા. તેની સાથે એને અત્યંત મિત્રતા થઈ હતી. કરમાશાહ પણ પ્રિયવચન, ભજન, વસ્ત્ર દ્વારા એનું બહુમાન કરતા હતા. જ્યારે એ શાહજાદે ત્યાંથી જવા માટે તત્પર થયે, ત્યારે રસ્તામાં ભાતા માટે કરમાશાહે લાખ ટકે આપ્યા હતા. એથી બાધરશાહે પિતાને જીવિત પર્યન્ત વાણી સૂચવ્યો હતો. કરમાશાહે પિતાની લઘુતા અને નમ્રતા દર્શાવી રાજ્ય પ્રાપ્ત થતાં, શત્રુંજય પર પ્રતિષ્ઠા કરવારૂપ પોતાનું એક વચન કરવા સૂચવ્યું હતું, જે તેણે જલ્દી સ્વીકાર્યું હતું. ગૂર્જર મંડલના એ અધિપે કરમાશાહની રજા લઈ પ્રસ્થાન કર્યું.
મુજફર પાતશાહે અંતમાં શકંદરને રાજ્ય-ધર કર્યો