________________
૧૭
વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ પણું ગુરુ ગુણરત્નાકર કાવ્યમાં એને અનુસરતું સૂચવ્યું છે કે –
જેઓએ(સેમદેવસૂરિએ) તરુણવયમાં હોવા છતાં પણ, રાજ-સભામાં હર્ષ વર્ષાવતાં વાવડે, વિદ્યા સંબંધી વિવાદેવડે મદમત્ત થયેલા વાદીઓનું નિવારણ કરીને પોતાની કવિતા-કલાના અતિશયથી કુંભકર્ણ રાજાને રંજિત કર્યો હતે.
જેઓએ(સેમદેવસૂરિએ) પિતાની વાણુની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે પાવકવનિ ૫(પાવાગઢના રાજા) જયસિંહ, અને જીર્ણદુર્ગ(જુનાગઢ)ના રાજા રા મંડલિક વિગેરે નરેન્દ્રોના હૃદયમાં ચમત્કાર પમાડ્યો હતે.
जगदनुपमरूपध्वस्तकन्दर्पदर्पः शशिविशदयशोभिः शोभिताशेषविश्वः । पदनतनरदेवः सोमदेवः स सूरिश्चतुरिमसुरसूरिभूरिभा भासते स्म ॥"
–સેમસૌભાગ્યકાવ્ય જૈિન જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ દ્વારા પ. સર્ગ ૧૦, પદ્ય ૩૮ થી ૪૧ ].
–સમસૌભાગ્ય-ટિપ્પન ચા. સ્મા. ગ્રં. ર૨ પટ્ટાવલી–સમુચય ભા. ૧, પૃ. ૩૯ ]માં જણાવ્યું છે કે –
"महाबादी समर्थव्याख्याता मेवाडाधिपतिकुंभकर्ण-जीर्णदुर्गाधिपतिमंडलिक-चांपानेराधिपतिजयसिंहपूजितः समर्थकविः श्रीसोमदेજિ. ”
ભાવાર્થ–મહાવાદી, સમર્થ વ્યાખ્યાતા અને સમર્થ કવિ સેમદેવસૂરિ, મેવાડના અધિપતિ કુંભકર્ણ, જીર્ણદુર્ગ( જૂનાગઢ)ના અધિપતિ મંડલિક અને ચાંપાનેરના અધિપતિ–રાજા જયસિંહવડે પૂજિત-સત્કૃત-સન્માનિત થયા હતા.