________________
છે કે–“ઉત્કટ શત્રુઓને જીતનાર, રાજ-તેજ-પ્રતાપવડે સૂર્ય જે, મેવાડને સ્વામી તે આ કુંભકર્ણ રાજા, જે (મદેવસૂરિ) ની નવાં કાવ્ય રચવાની કળાવડે હૃદયમાં હર્ષિત થયે હતો અને તેને શ્રીહર્ષ કવિથી પણ શ્રેષ્ઠ કવિ માનતે હતો.
જેણે(સેમદેવસૂરિઓ ) પૂરી કરેલી નવા મહાન અર્થવાળી, વિદ્વાન વડે વર્ણન કરાતી સમસ્યાને સાંભળીને જીર્ણદુર્ગ(જુનાગઢ)ને સ્વામી મંડલિક રાજા, પિતાના હૃદયમાં ચમત્કાર પામ્યો હતો.
શત્રુઓને કંપાવનાર, ચપકનેર(ચાંપાનેર)ને નાયક, દાતા અને વિશુદ્ધ ચરિત્રવાળે, રાજાઓમાં મુકુટ જે, જયસિહ રાજા, જે(એમદેવસૂરિ)નાં વચનેવડે, પ્રસન્ન થઈને પોતાના સનેહીઓ સાથે જલ્દી પિતાનું માથું ડેલાવતે હતો.
જગમાં ઉપમા ન આપી શકાય એવા રૂપવડે કામદેવના અહંકારને નષ્ટ કરનાર, ચંદ્ર જેવા ઉજજવલ યશવડે સમસ્ત વિશ્વને શોભાવનાર, ચાતુર્યવડે બૃહસ્પતિ જેવા, અતિતેજસ્વી, નરદેવ(રાજાઓ )થી નમન કરાયેલા તે
મદેવસૂરિ શોભતા હતા.”
१ " श्रीमेदपाटपतिरुत्कटशत्रुजैत्रः श्रीकुम्भकर्णनृपतिर्नृपतिग्मभानुः । यन्नव्यकाव्यकलया हृदये जहर्ष श्रीहर्षतोऽयमधिकं च कविं स मेने ॥ श्रीजीर्णदुर्गविभुमण्डलिको नरेन्द्रो यत्पूरितां नवमहार्थयुतां समस्याम् । आकर्ण्य कर्णपुटकेन सकर्णवां तूर्णं स्वकीयहृदये स चमच्चकार ॥ प्रत्यर्थिकम्पकरचम्पकनेरनेता दाताऽवदातचरितो जयसिंहभूपः । सम्प्रीणितः प्रणयिभिः सह यद्वचोभिस्तूर्ण स्म घूर्णयति मौलिमिलेशमौलिः ।।