________________
વિભાગ ત્રીજો : સ્તવન ચોવીસી-સંગ્રહ
એ સંસાર શિવાસુત એહવે ઓળખી, રાજ, રમણ, ઋદ્ધિ છેડી થયા પતે રિખી; કર્મ ખપાવી આપ ગયા શિવમંદિર, દાનવિજય પ્રભુ નામથી ભવસાગર તરે. ૫ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
| (દેશી ગિહુયડાની) સકલ કુશલ તરુ પોષવા રે,
હાંજી, જે જિનવર જલધર કહેવાય સુખકારી; જગગુરુ જિનરાજ સુખ૦, ભવજલધિ જહાજ, સુખ૦ દીઠે મેં આજ સુખ, ફળિયાં સવિ કાજ. સુખમન વંછિત સુખ પૂરવા રે,
હાંજી, સુરતરુ સમ જેહને મહિમાય. સુખ૦ ૧. સજલ જલદ જિમ સેહતી રે,
હાજી નિરુપમ નીલવરણ જસ કાય; સુખ૦ શિર પર સૌદામિની સમી રે,
હાંજી, ફણિ મણિકિરણ ઝલકી ઝલકાય. સુખ૦ ૨. ગરુડ તણે ગરજાનેવે રે,
હાંજી, જિમ પન્નાગકુલ પ્રબલ પલાય; સુખ૦ તિમ પ્રભુ નામ પસાયથી રે,
હાંજી, સંકટ વિકટ સકલ મિટ જાય. સુખ૦ ૩. કમલાકરમાંહી કમલડાં રે,
હાંજી, જિમ વિકસે દેખી દિનરાય, સુખ. તિમ મુજ હિયડું હેજશું રે,
હાંજી, હરખી હસે નીરખી પ્રભુ પાય. સુખ૦ ૪