________________
s
વિભાગ ત્રીજો ઃ સ્તવન ચોવીસી-સંગ્રહ
૯શ્રી સુવિધિનાથ જિન સ્તવન (રાજગૃહી નગરીને વાસો, શ્રેણિકને સુત સુવિલાસી હે, મુનિવર
વૈરાગી-એ દેશી.) સુવિધિ સુવિધિના રાગી, એક અરજ કરૂં પાય લાગી છે; દીદાર દીઠે વડભાગી, ભલી ભાગ્યદશા મુજ જાગી છે. ૧ સુણ શિવરમણના કંત, મનમેહન તે ગુણવંત હે; સુખ વંછિત દીજે સંત, પ્રભુ પામ્યા જેહ અનંત છે. ૨ લાયકથી લાયક લાજ, લહિયે મહીયલ મહારાજ હે; ગુણગ્રાહી ગરીબ નિવાજ, પય પ્રણમી કહું પ્રભુ આજ હે. ૩ રાગી રસ અનુભવ દીજે, સુપસાય એ તે અમ કીજે હે; સાચાને સાચ દાખીએ, જિનજી તે જસ પામીજે હો. ૪ મત ચૂકે માનવ ! ખેવ, તારક છે એહીજ દેવ હે; જગ જુગતિ છે નિતમેવ, કહે જીવણુ પ્રભુ પય સેવ હ. પ.
૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન
(આંખડિયે મેં આજ શેત્રુજે દીઠો રે, એ દેશી.) શીતલ શીતલ છાયા રે, સુરતરૂ સારી રે, લાગી છે મન શુદ્ધ માયા રે, પ્રાણથી પ્યારી રે. પૂરણ પુર્વે હું પાસ તુમારે, વ્હાલા મારા,
આવ્યો છું આશ કરીને; રંગ વિલાસ કરો મન રૂડે, હિયડે હેત ધરીને રે; સાહેબ સાચે, પામીને પરતક્ષ સાંઈરે, એર મત જા રે.૧. આશાને આધારે એતા, હા, મેં તે દુષ્કૃત દિન બહુ કાઢયા; જાણ થકાં તે કાં નવિ જાણે, રાગી છે ધર્મ ધનાઢયા રે. સા૦૨