________________
૨૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન ( મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, એ દેશી.) સુગુણ સનેહી સાંભલ વિનતિ રે,
સંભવ સાહિબ બહુ સુખદાય રે; એલગ કીજે અહોનિશ તાહરી રે,
લેખે વાસર લાયક થાય છે. સુ. ૧ તારક બિરૂદ એ છે જે તાહરે રે,
તારે કરમીને કિરતાર રે, સાચ મનાશે સંભવનાથજી રે,
સેવશે આવી સહુ સંસાર રે. સુ. ૨ ઉત્તર કરશે મુઝને એહવે રે,
ગુણને રાગી છું ગુણવંત રે; જુગતે જેગ હુએ વળી જાણે શું રે,
સુધે આણે ને અતિ ગુણસંત છે. સુત્ર ૩ એહવું જાણી જન એકમના થઈ રે,
- પ્રેમશું પ્રણ પ્રભુના પાય રે; અંતર દાઝ ઓલાશે આ૫થી રે,
ખિજામત કરીએ ખરી મહારાય રે. સુ. ૪ આલસ અરતિ અલગી ટાળીને રે,
ધરિયે ધ્યાન કરી દઢચિત્ત રે, જીવણુવિજયે જ્ય લચ્છી વરી રે,
મળિયે જે મેલું સાહેબ ચિત્ત રે. મુ. ૫