________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૯૫ પાંસઠમી એ ઢાળ હો, સુo ભવિય ભાવે હે સૂધી સહજે; ઉદય કહે સુરસાલ હે, સુ જિન મારગમાં હે જાણું ભીના રહેજો. ૧૮
ઢાળ છાસઠમી
દુઃખણું દીન દેભાગણી, એહવે નારી એક; વિરૂપ દીસે તનુ જેહનું, ધૂલે ધૂસર છેક. મલિનાંગી કરમુખી, કસિત દીસે કાય; છરણ મેલે લૂગડે, તે આવી તિણે ઠાય. લારે લાગ્યા તેહની, પુરવાસી બહુ બાળ; શોર કરંતા પૂંઠથી, ઘેલી કહી દે ગાળ. શિર ઉપરે ઘટ જેવડી, રસોળી અતિ રૌદ્ર; માંસ પિંડશી ઉલસી, દુઃખદાયી મહા સુદ્ર. ૪ બિભત્સ મહા બિહામણી, જાણે રાક્ષસી રૂપ; તેહને દેખી તિણ સમે, મુનિને પૂછે ભૂપ. કહે સ્વામી એ કુણુ છે, નિંદનીક તનુ પ્રાય; બહુ દુઃખે દુઃખિત ઘણી, ઈમ પૂછે મહારાય.
(કમ ન છૂટે રે પ્રાણિયા-એ દેશી.) સાધુ પર્યાપ સુણ ભૂપતિ, તુજ નગરીમાં ગુણગેહ; વેણુદત ગાથાપતિ, તેની પુત્રી છે એહ.
ઈમ પ્રરૂપે અણગારજી. સાધુજી સમયના જાણ, નિર્મલ જેહનું નાણુ. ઈમ૧ એહને જનમ ગે ગયાં, માત પિતા પરલેક; વિધિ યોગે રહી જીવતી, કોઈ ભાવિને ભેગ. ઈમ... ૨ દુઃખણી નામે એ દુર્ણતા, કેવલ દારિદ્ય કોટ; પૂરવ પાપ પ્રયોગથી, ગણગણે માખીના ગોટ. ઈમo ૩ અવનીનાથ ઈમ સાંભળી, શિર ધૂણું કહે--તામ; અહો જગમાંહી રે જીવને, કઠુઆ કર્મ વિરામ. ઈમ૪