________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૮૯ સમશ્રી ઈમે સાંભળી છે લાલ, કુંભ લેઈ કરમાંહી; મe જળ લેવાને કારણે હું લાલ, ચાલી મન ઉછાંહી. મ૦ સુo ૮ યુવતી જળ ઠામે જઈ હે લાલ, અબોટ લેઈ અંભ; મ૦ વેગેશું પાછી વળી હે લાલ, શિર ઉપર ધરી કુંભ. મ૦ સુત્ર ૯ જિનઘર પાસે આવી તિકે હે લાલ, તિણ વેળા તિહાં સાર; મ૦ મુનિવર દેવે દેશના હો લાલ, જિનપૂજા અધિકાર. મo સુ૦ ૧૦ જિન આગે જળને ઘડે છે લાલ, ઢેવે જે નરનાર; મ. સુરનરનાં સુખ ભોગવી હે લાલ, પામે તે ભવ પાર. મ. સુ. ૧૧ મુનિમુખથી એમ સાંભળી હો લાલ, સોમશ્રી સુવિચાર; મ૦ જિનમુખ આગે તેવે જઈ હે લાલ, તેહ ઘડે તેણુવાર. મ૦ સુo ૧૨ જુગતે શું જળને ઘડે છે લાલ, ઢાઈ મનને ઉલાસ; મe ભદ્રકભાવે તે બ્રાહ્મણી હો લાલ, એમ કહે અરદાસ. મ૦ સુo સ્વામી તુજ સ્તવના તણું હે લાલ, નથી મુજમાં નાણું; મo તુજ ગુણપંથે જાવા ભણી હે લાલ, હું છું અંધ અજાણ. મ. સુo ૧૪ અજ્ઞાને હું આવરી લે લાલ, પૂરવ કર્મને લેખ; મા તુમ શાસન સંગત વિના હો લાલ, ન લહું ભક્તિ વિશેષ. મ. સુ૦ ૧૫ તુજને જળાટ દાનથી હો લાલ, ફળપ્રાપ્તિ હેવે જેહ; મe પ્રભુજી તુમ પસાયથી હે લાલ, મુજને હેજો તેહ. મ૦ સુ૦ ૧૬ સાસુને ભાખે જઈ હે લાલ, સાથે હુંતી જે નાર; મ૦ જિનમંદિર મૂક્યો ઘડો હે લાલ, તુમ વહુએ નિરધાર. મ. સુ. ૧૭ ઈમ સુણ સમા ઘણું હે લાલ, ક્રોધે થઈ વિકરાલ; મ૦ હુતાશન હવિ યોગથી હે લાલ, જિમ નાખે બહુ ઝાલ. મ. સુ. ૧૮ રૂઠી જાણે રાક્ષસી હે લાલ, દીસતી કેપે લાલ, અતિ રે; સાચી જાણે શિકોતરી છે લાલ, ત્રટકી બોલે ગાળ. અ) સુ૧૯ જે મંદિર દીધે ઘડે છે લાલ, તે માથે ન ચોંટયો કાંહિ; અo સમાએ બાંધ્યું છે લાલ, કર્મ નિકાચિત ત્યાંહિ. અ. સુ. ૨૦