________________
૩૮૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
ઉત્તમ એહ ઉપાય, મુક્તિવધૂ મળવા તણે; પૂજે જિનવર પાય, ભવિક મન ભાવે કરી. ૨ જોતાં ન મલે જેડી, સુખદાયક સંસારમાં; કીજે મનને કેડ, જિનપૂજા જયકારિણી. ૩ આરજ કુલ અવતાર, પામીને પ્રેમે સદા; ભરવા પુણ્ય ભંડાર, પૂજે જિન પૂરે મને. ૪ દેવ ધણએ દીઠ, અરિહંત સમ એકે નહિ; ભાવેશું ભૂપીઠ, ઓળખીને તમે અચજે. ૫ જુગતિશું જળકુંભ, જિન આગે ઢોવે ક્રિકે; ઉત્તમ તેહ અચંભ, સુખ પામે સહી શાશ્વતાં. ૬ જલપૂજાથી જેમ, સુખ પામી વાડવ સુતા; સુણ હરિચંદ્ર સુપ્રેમ, ધુરથી કહું દષ્ટાંત તે. ૭
( ત્રિભુવનનાયક તું વડે રે લાલ-એ દેશી. ) દક્ષિણ ભારતે દીપતે હે લાલ, બ્રહ્મપુર ઇણે નામ, મનરેગે; વિપ્રના સહસ્ત્ર વાસા તિહાં રે લાલ, સુરપુરી સમ અભિરામ, મનરંગે. ૧ સુણ રાજન કહે કેવલી હે લાલ, જલપૂજા અધિકાર; મ. કથા કહું હું તેહની હે લાલ, સહજે સુવિચાર. મ. સુ૦ ૨ પારગામી જે વેદને હે લાલ, ચૌદ વિદ્યાગુણ ધામ; મ0 વાર વાડવ એક તિહાં હે લાલ, વસે સોમિલ નામ. મo સુo ૩ સોમાં નામે તેહને લાલ, રમણી રૂપનિધાન; મ0 યજ્ઞચક્રી સુત તેહને હે લાલ, પંડિત બુદ્ધિપ્રધાન. મ. સુo ૪ યજ્ઞચક્રીની ભારજા હે લાલ, સમશ્રી શુભ રૂપ; મ. ઉત્તમ વંશની ઊપની હે લાલ, જાણે અમરી રૂપ. મ. સુ. ૫ સેમિલ આયું પૂરું કરી છે લાલ, પહે તે પરલેક; મe મૃતકારજ તેહના કરી છે લાલ, યજ્ઞચક્રી તજે શેક. મ. સુ. ૬ સાસુ કહે વહુ સાંભળો હો લાલ, બારશ દાન નિમિત્ત; મe આ નિરમલ નીરને છે લાલ, કુંભ ભરી સુપવિત્ત. મ0 સુ૦ ૭