________________
વિભાગ અગિયારમે છે અષ્ટપ્રકારી પૂજાનો રાસ
[ ૩૮૭
દલ પૂરે રે, ફળસાર નરપતિ સુંદર, તેણે પુરે રે, રાજ્ય કરે તે ગુણકરુ; શચીશું રે, સુરપતિ જિમ સુખ ભોગવે,
શશિલેખા રે, સાથે તિમ દિન જોગવે. દિન જેવે સુખ ભંગ યોગે, દ્ધ જાણે અભિને, અનુક્રમે તેહને પુત્ર ઉત્તમ, ચંદ્રસાર નામે હવે; ચંદ્રલેખા ઉદરે જાણે, માન સરવર હંસલે, નિજ સ્વજન પંકજ વન વિકાસન, પૂર્ણચંદ્ર સમુજજલે.
અનુક્રમે રે, બાલપણે દૂર ગયે, ચંદ્રસાર તે રે, રાજ્ય ધુરા લાયક થયે; તવ તેહને રે, રાજ્ય આપીને ભૂપતિ,
શુદ્ધ ભાવે રે, સંયમ લેઈ દંપતી. દંપતી શુભ યોગ સાધી, વ્રત આરાધી અનુક્રમે, કાળ કરી સુરપણું પામ્યાં, સુર લેકે તે સાતમે જનમાંતરે જિનરાજની જે, કરી પૂજા ળ તણું, તે પુણ્યથી દેય અમર લીલા, અનુભવે સેહામણી. ૧૦
રાય રાણું રે, દુર્ગત દેવ ત્રીજે સહી, એ ત્રણે રે, સાતમે ભલે સંયમ ગ્રહી; આરાધી રે, મુગતે જાણ્યું તે વહી,
સુણ રાજન રે, તેહ માંહી સંદેહ નહિ. સંદેહ નહિ સુણ કેવલી કહે, ફળપૂજા ઉપર તને, દૃષ્ટાંત ઉત્તમ એહ દાખે, સહિયે સાચે મને ઉદયરતન કહે ઉલ્લાસ આણી, એકસઠમી ઢાળમાં, જિનભકિતને મહાલાભ જાણી, થજે તેહની ચાલમાં. ૧૧
ઢાળ બાસઠમી
દેહા-સેરડી નિયે જે નરનારી, ત્રણ કાલ ત્રિવિધે કરી; - પામે તે ભવ પાર, જે પૂજે જિનરાજને. ૧