________________
૩૮૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ (અનુમતિ રે દીધી માયે રેવતાં-એ દેશી.) પ્રવહણ રૂપ કરંડિયો, સહકાર ફળે ભરી તામ; જાણે શેકસમુદ્રથી તારવા, લેઈ દેવ આવ્યો તે ઠામ.
ફળ જે જી ફળપૂજા તણું. ૧ મહીપતિને ચરણે મૂકિ, સારથપતિ ફળને કરંડ, મનમાંહી હરખે ભૂધણી, ફળ અવલકી અખંડ. ફળ૦ ૨ સારથપતિને આદર કરી, તવ પૂછે સુર મહારાજ કહે છે તમે પામ્યા કિહાંઘકી, અકાલે એ ફળ આજ. ફળ૦ ૩. રાજન સુણ રત્નાદેવી કૂખે, જીવ પુત્રપણે છે જેહ, પામ્યા તસ પુણે ઈમ કહી, અદશ્ય થયો સુર તેહ. ફળ૦ ૪ મુદિત મને મહીપતિ તદા, ચિત્તમાંહે વિચારે તેલ; સંબંધી પૂરવ જન્મને, સુતને સુર દીસે એહ. ફળ૦ ૫ સુર અર્પિત ફળે કરી, રાણીને દેહલે રાય; પૂરે મન પ્રેમે કરી, મનમાંહી હરખ ન માય. ફળ૦ રાણું તે ફળ આરોગીને, પામી હવે પરમ સંતોષ; નિરાબાધ પણે વિચરે સહી, ટાલંતી ગર્ભના દોષ. ફળ૦ ૭ સુત પ્રસબે પૂરણ માસથી, સુંદર સુર કુમર સમાન; દિણયરની પરે દીપતો, કેમલ તનુ કુંદન વાન. ફળ૦ ૮
અવનીપતિ ઉચ્છક પણે, ઓચ્છવ માંડ્યો અભિરામ; જિનભવને મનરંગશું, મહાપૂજા રચાવે તામ. ફળ૦ ૯. સ્વજન કુટુંબ પુરલોકને, જિમાડે તવ રાજાન; ખંત કોઠાર ખોલાવીને, દુખિયાને આપે દાન. ફળ૦ ૧૦ કુમકુમ હાથ દઈને, ઘર ઘર તેરણ મન રંગ; બંધાવે મહીપતિ મદશું, પુરમાં વાળે ઉછરંગ. ફળ૦ ૧૧ ધવલ મંગલ ગાયે ગેરડી, વજડા મંગલ તૂર; ઘર ઘર રંગ વધામણુ, નાટારંભ થાયે સર. ફળ૦ ૧૨