________________
૩૭૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
(નમ નિત્ય નાથજી રે–એ દેશી.) અવનીપતિ મન ઊલટે રે, કીધે રાજ્ય અભિષેક રાજકુલી છત્રીશમાં રે, મુખ્ય થાયી સુવિશેષ. કવિ રાજવી રે, રાજવી હળધર નામ, પૂજા થકી તામ,
| સુખ અભિરામ, રસિયો ભેગવે રે. ૧ તિલક કરી મનરંગશું રે, ચંડસિંહાદિ નરિંદ; સિંહાસન બેસારીને રે, પ્રણમે પદ અરવિંદ. ઠ૦ ૨ છત્ર સોહે શિર ઉપરે રે, ચામર ઢળે બિહું પાસ; કર જોડી આગળ રહ્યા રે, અવનીપતિ ઉલ્લાસ. ઠo ૩ શિર પરે હળધર રાયની રે, આણુ કરી પરમાણ; શીખ લહી સહુ સંચર્યા રે, નરપતિ નિજ નિજ ઠાણ. ઠ૦ ૪ હળી નૃપને હવે એકદા રે, દેવ વદે તે આમ; દારિદ્ય તુજ દૂર કર્યું રે, કહે તે વળી કરું કામ. ઠo ૫ હળી નૃપ કહે હવે દેવને રે, ઉવસ પુર છે જેહ; કૃપા કરી મુજ ઉપરે રે, વાસી આપે તેહ. ઠ૦ ૬ પડિવજી તે વાતને રે, સુરનગરી સમ ખાસ; વેગે વાસી તે પુરી રે, કંચનમણિ આવાસ. ઠ૦ ૭ ગઢ મઢ મંદિર ભાળિયા રે, દેવ માયાએ ઉતગ; નીપાયાં રળિયામણું રે, સેવન મણિયે ચંગ. ઠ૦ ૮ રાજ્ય કરે તેણે પુરે રે, હવે હળધર નરનાથ; પંચ વિષયસુખ ભોગવે રે, બે નારીની સાથ. ઠ૦ ૯ સુરપતિની પેરે જેહની રે, આણ ન પી જાય; તેજ પ્રતાપે દીપતે રે, નિત્ય પૂજે જિન પાય. ઠ૦ ૧૦ નૈવેદ્યને પુણ્ય કરી રે, પામે રાજ્ય પ્રધાન; અળગી નાઠી આપદા રે, વાધ્યો અધિક સુવાન. ઠ૦ ૧૧ જિન આગે જુગતે કરી રે, નૃપ ને નારી દેય; નૈવેદ્ય ધરે નિત્ય નેહશું રે, નિર્મલ ભાવે સોય. ઠ૦ ૧ર