________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૭૧
ચંડસિંહ આદિ નરનાથ, તે ચિતે સહુ મન સાથ; એ મારે અંતક રૂપી, ભૂડ એ ભૂત સ્વરૂપી. ૩૧ ઈમ કહે ચંડસિંહ નરિંદ, કે એ કોઈ સુરેંદ, તે માટે જે નમિયે જઈ, તે કેપ શમાવે સહી. ૩ર જેજે જિનપૂજા ફલ પ્રાણ, નરપતિ નમશે હિત આણી; ઢાળ તેપનમી સહી એહ, ઉદયરતન કહે સસનેહ. ૩૩
ઢાળ ચેપનમી
| દોહા , ભૂપ સહુ ભેટે જઈ અલવે પદ અરવિંદ હાલિકને હેઠા નમી, નામે સીસ નરિંદ. ૧ કર જોડી મહીપતિ ભણે, સાહિબ ગરીબનિવાજ; શરણે આવ્યા તુમ તણે, મહેર કરો મહારાજ. ૨ કરુણાનિધિ કરુણા કરી, શરણાગત આધાર; બગસે ગુનહે અમાણે, પ્રભુજી પ્રાણાધાર. ૩ આજ અમે અણજાણતાં, જે જે કહ્યાં વચન્ન; તે અપરાધ ખમે તુમે, ભાખે સહુ રાજ. ૪ માતા પિતા કુમરી તણું, વળી પરિજન સુવિશેષ; પરમ હર્ષ પામ્યાં સહુ, દિલમાંહિ હળી દેખ. ૫ શરીર મહાસાહસી, નીરખી ભાગ્યનિધાન; પરણવ નિજ પત્રિકા, સૂરસેન રાજાન. ૬ સહુ રાજાની સાખશું, સૂરસેને નિજ બાળ; હળધરને હેતે કરી, પરણાવી સુકમાળ. ૭ ચેરી મહી ચાહી ઘણું આપ્યાં દાન અનેક; હળીને હાથ મૂકાવણી, વારુ ધરી વિવેક. ૮ વિવાહ ઉત્સવ બહુ કર્યો, હરખ ધરી મનમાં દાન અને માને કરી, સનમાન્યા સવિ રાય. ૯