________________
૩૭૦ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
એવાં વયણ સુણું અવનીશ, બેલ્યા તે ચઢાવી રીસ, અલ્યા કાં તું કંપાવે સીસ, દીસે છે રૂઠે જગદીશ. ૧૮ વિણ ખૂટે મારે કાં ગમાર, જેને તાહારે દેદાર; હાલી તવ બોલ્યા હાકી, હૈયામાંહી હિમ્મત રાખી. ૧૯ એકલે હું સિંહ સમાન, ગજપૂથ તમે રાજાન; શરે ચડ્યો હળી ઇમ બોલે, તીખાં વયણ તે બાણને તોલે. ૨૦ ચંડસિંહ રાજા તવ ચટકી, તાત થઈ ભાખે ત્રટકી; નિજ સેવકને કહે તામ, એહ જટને ભારે ઠામ. રા
સંધિથી સંધિ વિછેડે, મૂલમાંહિથી મસ્તક તેડે; ઊડ્યા તવ સુભટ આક્રોશે, પ્રહાર કરે જબ રેશે. ૨૨ હાલી તવ હળ લેઈ ધાય, સુભટોને સામે આવે; હાક મારી બે જબ હાલી, તવ નાઠા સુભટ પૂંઠવાળી. ૨૩ જિમ નાહર આગે કાળી, તિમ ભાગ્યા સુભટ લેઈ તાલી; ન રહ્યો કોઈ પગદંડી, છત્રપતિ પણ ગયા ભૂ ઇડી. ૨૪ વળી સુભટ દશે દિશિ નાસે, આવ્યા નિજ સ્વામી પાસે; વસુધાપતિ ચિંતે સેઈ, શું એ દેવ સ્વરૂપી કેઈ. ૨૫ એ તો દીસે અકલ અબીહ, સહી સૂતે જમાવ્યો સિંહ; ઈમ ચિંતી સવિ રાજન, તેહને ઘેરે તિણે થાન. ૨૬ જાણે હાથિયે સિંહને ઘેર્યો, હાલીયે હળ તવ ફેર્યો; ક્રોધે થયે કંકાલ, દીસંત મહા વિકરાલ. ૨૭ બલદેવ તણી પરે તામ, એકાકી કરે સંગ્રામ; હળને અગ્રે ધરી રીસ, ભેદે ગજરાજનાં સીસ. ૨૮ રૂથો તે રથ દલ ચૂરે, હણે અશ્વ ઘટાબલ પૂરે; યમ રૂપી હળીને જાણું, સેના સઘળી મરડાણી. ૨૦ શર સુભટ જે મહા મૂઝાલ, તે પણ નાઠા તતકાલ; હાલી તાડે હળ લઈ, ધરણુએ ઢાળ્યા કેઇ. ૩૦ ૧ વરૂ આગળ બકરી.