________________
[ ૩૫૩
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
નવાબ ના રાસ ૫૫ ધની ૫૫ ધની, ધ૫ મપ ; મૃદંગ દેવદુંદુભિ તે, વાજે દ દે. નમેo ૯ ધિધિ કટ વિધિ કટ, ધીં ધીં કાર; ચચ પટ ચચ ૫ટ, તાન વિચાર. ના૦ ૧૦ થઈ થઈ તા થઈ, યિન ગિન દાં થ; શંખના તિહાં શબ્દ ઉકે, એ ઓ એ. ના ૧૧ ઝાંઝરીના રમઝમ, રમઝમ કાર; પાયે ઘમકે ઘુઘરી ને, નેઉરના રણકાર. નમે ૧૨ વાદે વાજે વીંછુયા ને, ઠમકે ઠવે પાય; ઉલટશું અમરાંગના, સંગીત રીતે ગાય. નમે ૧૩ નૃત્ય કરી દેવાની શક્તિ, બત્રીસ તાલે બદ્ધ; તાન માન ઝમકારે, નાચે સંગીત શુદ્ધ. નમેo ૧૪ હલકે હલકે પગલાં માંડે, ઝલકે કાને ઝાલ; લલકે કંબન્યું ફુદડી લેતી, ચમકે ચાલે ચાલ. નમે૧૫ મુખડાને મટકો કરતાં, લટકે ઝીણે લંક; ભાવભેદ ભક્તિશું તે, ટાળે પાતક પંક. ના. ૧૬ નાચી ખુંદી પાય વંદી, બેલે બે કર જોડ; જો જો જ સ્વામી, ભવ દુઃખ છોડ. નમેo ૧૭ છેતાલીસમી એહ ભાખી, ઢાળ મનને રંગ; ઉદય કહે સુણજે આગે, ભવિયાં મન રંગ. નમા ૧૮
ઢાળ સુડતાલીસમી
દેહ લાહ લેઈ ધર્મને, વંદી પ્રભુના પાય; દેવક દેવાંગના, પહોતી તે નિજ ઠાય. ૧ નાટક ગીત વિનેદશું, અનુક્રમે પૂરે આય; ધનશ્રી પહેલી ચવી, મેઘપુરી- શુભ કાયા. - ૨