________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૫૧
ધનશ્રીને વિરહ કરી, પામી દુઃખ અસમાન; સુવિશેષે જિનરાયની, ભક્તિ કરે શુભ ધ્યાન. ૪ મન શુદ્ધ અણુશણ કરી, કાલે કરી અવસાન; સૌધર્મે જિહાં ધનસિરી, પામી તેહ વિમાન. અમરીપણે સહી ઊપની, જેહની જ્યોતિ અમંદ; જિનમતિ જિનભક્તિથી, પામી પરમ આનંદ.
(નમ નિત્ય નાથજી રે–એ દેશી.) અવધિજ્ઞાન પ્રયુંજતાં રે, જાણ્યું પૂરવ રૂપ; માંહે માંહે બેને તદા રે, ઉપને રાગ અનુપ. આપણ બે સખી રે, ઉતમ સુખ અસમાન; પામી દીવા થકી રે, જે દેવવિમાન. આo ૨ મેઘપુરે હતી પૂરવે રે, સહી આપણે સજોડ; જિનભવને દી સદા રે, કરતી મનને કેડ. આo ૩ તેહ તણે પુણ્ય કરી રે, દેવાંગના થઈ દાય; સુરની એ લહી સંપદા રે, હરખિત ચિંતે સેય. આo ૪ બલિહારી જિનધર્મની રે, બલિહારી જિનબિંબ જેહના સુપસાયથી રે, આશા ફળે અવિલંબ. આ૦ ૫ ધન્ય એ માનવકને રે, ધન્ય માનવ અવતાર; સામગ્રી જિહાં ધર્મની રે, પામિયે જેહથી પાર. આ૦ ૬ તીર્થકર પણ અવતરે રે, નરક્ષેત્રે સુવિચાર; જન્મ મરણના દુઃખ થકી રે, નર છૂટે નિરધાર. આo ૭ ઈમ દિલમાં દેવાંગના રે, ચિતે વારંવાર; પરશંસે ભૂપીઠને રે, જિહાં વિચરે અણગાર. આ૦ ૮ પૂરવના પ્રેમે કરી રે, મનમાં પાણી મેદ; હવે વિચારે બે મળી રે, વારુ એક વિનોદ. આ૦ ૯ જિનમંદિર ભૂમંડલે રે, મેધપુરે શુભ કામ; કરિયે દેવશક્ત કરી રે, ઈમ ચિંતને તામ. આo ૧૦