________________
૩૪૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ–બીજો ભાગ જન્માક્તરને જેહ, સંબંધ જેહને જેહશું; આવી મળે તે સંચ, મન પણ માને તેહશું. ૨ અનંગ સ્વરૂપી અનેક, નરપતિ નીરખ્યા તેણે ચિત્તમાં ન વસિયો કેય, મન નવિ વિંધ્યું કેણે. ૩ જનકે જાણે વાત, કુમરીના મન કેરી; દેશ દેશે દૂત, પઠાવે બહુ પ્રેરી. ૪ ભૂપતિ પ્રતિરૂપ, ચિત્રપટે આલેખી; મંગાવે મહીપાલ, સા નવિ રાચે દેખી. ૫ ઈમ ચિત્રપટ અનેક, મોટા મહીપતિ કેરા; મંગાવ્યા મહારાજ, એક એકથી અધિકેરા. ૬ પખીને પટ્ટ રૂપ, મનશું મેહ ન જાગે; ચિત્ત ન ચ હે કેય, રૂપે રઢ ન લાગે. ૭ ન નીપા નર તેહ, ધાતાએ ભૂપીઠે, ઈલાપતિ ચિંતે એમ, પુત્રી મેહે જે દીઠે. ૮ જયકુમારને તામ, પટ્ટ આવ્યું તે નીરખી; રોમાંચિત થઈ તેહ, હૈયામાંહી હરખી. ૯ ત્રિવિધ વરિ તેહ, જયકુમાર સહુ સાખે; જુગતિ મલી એ જેડી, ભૂપ આદિ એમ ભાખે. ૧૦ કન્યાદાન નિમિત્ત, જયકુમારને તેડાવ્ય; લેઈ જાન સુસાજ, તે પણ તતખિણ આવ્યો. ૧૧ સામહિ કર્યો તામ, મંગલ તૂર બજાવી; શુભ લગને શુભ ગ, નિજ પુત્રી પરણાવી. ૧૨ આપ્યાં દાન અનેક, કર મૂકવણું કાજે ગૌરવ આદિ સુરંગ, ભક્તિ કરી મહારાજે. ૧૩ મહા મહત્સવ મંડાણ, પરણાવી નિજ બાલ; ચિંતા ભાગી ચિત્ત, મન હરખે મહીપાલ. ૧૪