________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૪૧
ભવજલ સિંધુ સુખે તરે, ઉપદ્રવ અલગ પળાય રે; મોક્ષ તેને છે હાથમાં, જે પૂજે જિનરાય રે. ઈમ૦ ૭ વન બાઠાં હરણાં પરે, અવગુણ અળગા નાસે રે; મનવાંછિત ફલ તે લહે, જે જિન પૂજે ઉલ્લાસે રે. ઇમ૦ ૮ સુમતિ સુમિત્ર તણું પરે, સંગ ન છોડે કિહારે રે; વારિધિ વેલાની પરે, સુખની રાશિ વધારે રે. ઇમ- ૯ જે પૂજે ફૂલે કરી, શ્રી જિન કેરા પાય રે; સુર લલનાને લેચને, તે નર આપે પૂજાય રે. ઈમ૦ ૧૦ જે વંદે જિન દેવને, ત્રિજગ તેહને વંદે રે; જે જિનની સ્તવના કરે, સુર સ્તવે તેહને આનંદે રે. ઇમ૦ ૧૧ જે ધ્યાયે જિનરાજને, ભાવ ધરી મનમાં રે; સુણ તું સાચું બાંધવા, મુનિજન તેહને ધ્યાયે રે. ઇમ૦ ૧૨ વિવિધ જાતિને ફૂલડે, જે પૂજે જિનબિંબ રે; તે પ્રાણુ પામે સહી, ઉત્તમ પદ અવલિંબ રે. ઈમ. ૧૩ ઈમ નિસુણ ગુણધર વદે, લીલાવતી પ્રતિ વાણું રે; જાવ જીવ જિનરાજને, પૂવા મેં ફલ જાણી રે.
અવસરે લાહો લીજિએ. ૧૪ સુશ્રીક સુરભિ ફૂલછું, ભ્રાતા ભગિની દેય રે; ભાવ અને ભક્તિ કરી, જિનને પૂજે સેય રે. અવ૦ ૧૫ ઈમ પૂછ અરિહંતને, ત્રિવિધેલું ત્રણ વાર રે; નિયમ ન ખેડે તે કદા, સુખે વિચરે સંસારે રે. અવ૦ ૧૬
અનુક્રમે આયુ પૂરું કરી, જિન પૂછચિત્ત ચેખે રે; કાલ કરી બેહુ ઉપનાં, સૌધર્મે સુરલેકે રે. અવ૦ ૧૭. સુરલોકનાં સુખ ભેગવી, મનવાંછિત મન મોજે રે; સુર આયુ પૂરું કરે, નાટક ગીત વિનોદે રે. અવ. ૧૮ ઓગણચાલીસમી એ કહી, સંપૂરણ થઈઢાળ- રે; ઉદયરતન કહે સાંભળે, પૂજાફલ સુરસાળો રે. અવ૦ ૧૯