________________
૩૩૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ધન્ય ધન્ય શ્રી મુનિરાજને, જે મનના સંશય ટાળે રે; આગમ અરથ પ્રકાશીને, જે જિનશાસન અજુઆળે રે. ૧૦ ૨ હેમપુરને સ્વામી હવે, કેવલીને કહે શિર નામી રે; પુત્ર રાણી શું મેં પ્રભુ, કુણ પુણ્ય એ ઋદ્ધિ પામી રે. ધ૦ ૩ મુનિ કહે સુણુ શુકને ભવે, જિન આગે અક્ષત ધરિયા રે; ચાર જીવ તિહાંથી ચવી, સુરલેકે જઈ અવતરિયા રે. ધo ૪ અનુક્રમે તુમે ઈહાં અવતર્યા, સુરલેકે છે સા દેવી રે; ત્રીજે ભવે તે તાહરી, પુત્રી પણ જાણવી રે. ધ૦ ૫ અક્ષતપૂજાને પુણ્ય, સુર માનવનાં સુખ દીઠાં રે; ત્રીજે ભવે હવે તુમે, શિવપુર સુખ લેશો મીઠા રે. ધo ૬ ઈમ સુણે રતિ રાણુના, અંગજને નિજ રાજ દીધું રે; જયસુંદરી જયદત્તશું, રાજાએ સંજમ લીધું રે. નરનારી સહુ વાંધીને, પિતાં પિતાને ગેહ રે; કેવલી વિહાર કરે તિહાં, નિજ પરિકરશું સસનેહ રે. ધo ૮ તે ત્રણ છવ ત્રિવિધ કરી, વ્રતને દૂષણ ન લગાવે રે;
% અક્રમ આદિ તપ તપે, ક્ષમાએ કર્મ ખપાવે રે. ધo ૯ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરે, તે દશવિધ ધર્મ દીપાવે રે; શ્રી ગુરૂની સેવા કરે, મન શુદ્ધ ભાવના ભાવે રે. ધo ૧૦ એફનું ચારિત્ર પાલીને, હેમપ્રભ મુનિગણ દરિયે રે, કાલ કરી સુરપતિ પણે, સહસ્ત્રારે જઈ અવતરિયે રે. ૧૦ ૧૧
જ્યસુંદરી ને કુમર તે, ઉત્તમ સંયમ આરાધી રે; મિત્રપણે તે અવતર્યા, સુર પદવી સુંદર લાધી રે. ધ. ૧૨ તે ત્રણે તિહાંથી ચવી, ચોથે દેવીને જીવ તે ચાર રે; નર ભવે લહી સંયમ ગ્રહી, મુક્તિ ગયા નિરધાર રે. ધo ૧૩ શ્રી વિજયચંદ્ર કેવલી કહે, તું સાંભલ ગૃપ હરિચંદ રે; અક્ષતપૂજાએ ચાર તે, જીવ પાયા પરમાનંદ રે. ધo ૧૪ ઢાળ છત્રીસમી એ કહી, સુણજો ભવિયણ રંગીલા રે; ઉદય કહે પૂજા થકી, લહિયે મનવંછિત લીલા રે. ઘ૦ ૧૫