________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૩૧
અંબે ! સાચું એ સહી, તો પણ જન્મ દાતાર; પૂછું છું હું તુમ પ્રતિ, ભાંખે તે સુવિચાર. ૩ તે પરમારથ પુત્ર તું, પૂછ પિતા પ્રતિ જાય; કર જોડી કહે તાતને, સાચું કહે સમજાય. ૪ પડલીથી માંડી કહ્યો, જનકે વ્યતિકર તાસ; આદિ ન જાણું હું સહી, સાંભળ સુત સુવિલાસ. ૫ હું લાવ્યો એ કામિની, સાંભળે તાત સુજાણ; વાનરિયે કહ્યું મુજ પ્રત્યે, એ જનની તુજ જાણ. ૬ અણગારે પણ ઈમ કહ્યો, હેમપુરે ગુણવંત; કેવલીને પૂછો જઈ, તે કહેશે વિરતંત. ૭ તે માટે જઈ તિહાં, જિનવંદન ગુણગેહ;
જુના તંતુની પરે, ગુ. જેમ સદેહે. ૮ (મોરી માતજી, અનુમતિ દ્યો સંજમ આદરું રે–એ દેશી )
(રાગઃ ખંભાતી.) ઈમ કહીને કુમર ચલ્યો રે, માતપિતા લેઈ સાથ રે; સપરિવારે પરવે રે, શર વિદ્યાધર નાથ રે. જાઉં ભામણે જિનને, જે પડતાં ઉદ્ધરે રે,
બલિહારી, જે મનના સંશય હરે રે. ૧ વિમાને બેસી આવ્યા વહી રે, હેમપુરી મન હરખે રે; જયસુંદરી આદિ સહુ રે, નેહે મુનિમુખ નીરખે રે. જા. ૨ કેવલીને વંદી તિહાં રે, ત્રણ પ્રદક્ષિણે દેઈ રે; કર જોડી બેઠાં સહુ રે, નિરવઘ જાયગા લેઈ રે. જા. ૩ જિનને નમી જયસુંદરી રે, મહિલાના ગણ માંહિ રે; શુભ ભાવે બેઠી તિહાં રે, ધર્મ સુણે ઉછાંહિ રે. જા૦ ૪ હેમપ્રભ રાજા હવે રે, સપરિવાર પરવરિયો રે; કેવલને તે વંદીને રે, ધર્મ સુણે ગુણ દરિયે રે. જા. ૫