________________
૩૦૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ધૂપસાર-સુગધી છે, તેણે એહ થયે; મનહર સુરસેવિત છે, સુંદર રૂ૫ લહ્યો. નર દેવ તણા ભવ હ, ત્રણ ત્રણ વાર લહી; સાતમે ભવ સિદ્ધ હે, જાયે દીકૂખ રહી. ત્રીજે ભવ તાહરે છે, એ હુતે પુત્ર સહી; પિતનપુર આદે છે, સઘલી વાત કહી. જે ઈ વળી રણમાં હે, તુજને ઈમ કહ્યો; અશુચિ તન લેપે છે, સંપ્રતિ તેહ લહ્યો. મુનિવચને જાણું હે, પૂરવ વાત મુદા; ધૂપસાર તે પામે છે, જાતિસ્મરણ તદા. ધરમ મતિ જાગી હો, ભાગી મેહદશા; ધૂપસાર ને ભૂપતિ હે, સંયમપંથે ધસ્યા. તે કેવલી પાસે હે, સંયમ શુદ્ધ રહી; વિધિશું વ્રત પાલે હા, ટાળે કર્મ સહી. ધૂપસાર મુનિસર હો, અંતે આયુ ખપી; પહેલે દેવકે છે, પહેલે ઉગ્ર તપી. સુર–નરના ત્રણ ત્રણ હો, શુભ અવતાર કરી; સપ્તમ ભાવ છેહડે છે, પહત્ય સિદ્ધિપુરી. પૂરણચંદ્ર પણ હે, રૂડો રાજઋષિ; સદ્ગતિ સંચરિયે હે, સંજમ પુણ્ય થકી. ધૂપસારને બીજો હે, દૃષ્ટાંત એ દવે; હરિચંદ્ર સહજે હે, જુગતે જિમ ભાષ્ય. છવ્વીસમી ઢાળે છે, ઈ પેરે ઉદય કહે; "શુભ ધૂપપૂજાથી હે, શિવપદવી લહે.
ઢાળ સત્તાવીસમી
દેહા અચ અષ્ટ પ્રકારની, સૂણુ હરિચંદ્ર રાજન; અનુક્રમે આઠે જાણજે, સ્વર્ણ તણાં પાન. ૧