________________
૩૦૪ ] -- શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ (સોળમા શ્રી જિનરાજ ઓલગ સુણે અમ તણી, લલનાએ દેશી.)
(રાગ : મારૂ.) જિમ મલયાચલ નવખંડ, શ્રીખંડ મહમહે; સાજનજી; તિમ ઉત્તમ વાસ અખંડ, કુમરની સહુ લહે. સાજનજી. ૧ જિમ પારિજાતકનું ફૂલ, અમરનાં મન હરે; સા. તિમ તનુ ગંધ અમૂલ, લહી જન અનુસરે. સા. ધરા ઉપરે ધૂપસાર, ભલે એ અવતર્યો; સા. સુગંધ તણો ભંડાર, સભાગી ગુણભર્યો. સાવ બહુ જલમાંહી તેલ, વેગેશું વિસ્તરે; સા. તિમ કુમર તણું યશરેલ, ચાલી સધલે પુરે. સા. પરણાવી સુંદર નારી, વિષયસુખ ભોગવે; સા. તેહના જે પાંચ પ્રકાર, જુગતિ શું જેને સા ૫ તે કુમારને સાનુકૂલ, વસન જન ધૂપીને; સા. પહેરીને પટકૂલ, ભેટે જઈ ભૂપને. સા. લેકને પૂછે અચંભ, મનશું મહીપતિ ચકી; સાવ એવો દેવોને દુર્લભ, પામ્યા ધૂપ કિહાં થકી. સા. તુમ વસ્ત્ર વાસ્યાં છે જેણે, પ્રકાશો તે સહી; સાવ તે જન કહે સાચું વેણ, ભૂપતિ આગલ રહી. સા. ૮ સ્વામી સુણો સસનેહ, અમારી વિનતિ, રાજનજી; સહી વસ્ત્ર અમારાં એહ, ધૂપે ધૂપ્યાં નથી, રાજનજી; ૯ ખેમંકર શેઠને નંદ, રૂપે રળિયામણો; રાહ તેહને તનુને ગંધ, સુરભિ સેહામણો. ૨૦ ૧૦ ધૂપસાર કુમારને પાસે, બેસે જે નર જઈ રાવ તે પાસે એહવે સુવાસ, સાચું માને સહી. રાત્રે ૧૧ અમરષ આણું મનમાંહી, તેડાવ્યા તેહને, સાજનજી; તે આવી પ્રણમે પાય, નમાવી દેહને, સાજન. ૧૨