________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૨૯૩ (રાગઃ આશાવરી, સહજે છેડે રે દરજણ સહજે છેડે રે–એ દેશી.) આંખે આંસુ ઢાલે તિહાં રે, સપરિવાર નરનાહ; કુમરીના આવાસમાં રે, આંસુને ચાલ્યો પ્રવાહ રે. રાજા કહે રેઈ, કુમરી રે જીવાડે કેઈ; કે મંત્રવાદી રે, નગરીમાં કે મંત્રવાદી રે. સૂકા લાકડની પરે રે, અચેતન થઈ નિચેષ્ટ; પ્રસકી ધરણીતલે પડ્યો રે, નૃપ જોઈ તે દૃષ્ટિ રે. રાજા. ૨ નરપતિનું દુઃખ દેખીને રે, અંતેઉર પરિવાર; ઊંચે સ્વરે આક્રદેશું રે, ધાહ મેહલે નરનાર રે. રાજા૩ ધાડ ઉપર પલેવણું રે, ક્ષત ઉપર જેમ ખાર; દેવે તેમ કીધું સહી રે, મરતાને જેમ માર રે. રાજા. ૪ ચંદનાદિક શીતલ યોગથી રે, ચેતના પામ્યો ભૂપ; કુમરીની અવસ્થા પેખીને રે, પ િચિંતા કૂપ રે. રાજા૫ મંત્ર યંત્ર મણિ ઔષધિ રે, ગારુડી મંત્ર અનેક; ભૂઓ ભામા આદિ ઘણા રે, જયા એકે એક રે. રાજા ૬ - નાડી નસા રગ રેમમાં રે, સાતે ધાત શરીર; વિષ સઘળે ભેદી વળ્યું રે, દૂધ ભળે જિમ નીર રે. રાજા૭ વિષહર વિદ્યાના ધણી રે, ઝેરનું દેખી જેર; હાથ ખંખેરી તે રહ્યા રે, સહુ કરે તિહાં શોર રે. રાજા૦ ૮ સમશાને લેઈ સંચર્યો રે, પ્રેત નામે વનખંડ; રુદન કોલાહલ નાદશું રે, ગાજી રહ્યો બ્રહ્માંડ રે. રાજા ૯ ચંદન ચય ખડકાવીને રે, માંહે સુવાડી બાલ; પાસે અગનિ પ્રજાલીને રે, મુખ મેહલે જેણે કાલ રે. રાજાઓ ૧૦ ઈણ અવસર હવે જે થયો રે, સુણજે તે અધિકાર; કામ કરી પરગામથી રે, વિનયંધર તેણુ વાર છે. રાજા ૧૧