________________
૨૯૨ ] -શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ પુનરપિ પ્રણમી પાય રે, વિનયંધર વદે, કમંકર નામ મારું એ તે ટાળો તુમે દેવ રે, કુલ પ્રગટ કરે, સફલ દરીસણુ સહી તાહ એ. ૧૩ દિન ચેડામાં વંશ રે, પ્રગટ કરીશ કહી, યક્ષ અદર્શિત તે થયે એક પ્રેમે જિનનાં પાય રે, વિનયંધર વંદી, અરજ કરે આગળ રહે એ. ૧૪ અજ્ઞાની હું અંધ રે, તુજ ગુણ પંથને, પાર લેવા સમરથ નહિ એ; તે ફળ હેજે મુજ રે, ધૂપપૂજાથકી, જે ફલ આપે તું સહી એ. ૧૫ પુનરપિ પુનરપિ પાય રે, પ્રણમે લળી લળી, કર જોડી સ્તવના કરે એ; ધન્ય માની અવતાર રે, જિનને વાંધીને, આ આપણે મંદિરે એ. ૧૬ હવે જુઓ દેવ સંકેત રે, શી પરે ફલે, કથા કહું હું તેહની એ; તે નગરીને નાથ રે, રત્નરથ નામે, કનકશ્રી તસ ગેહિની એ. ૧૭ તસ ઉદરે ઉત્પન્ન રે, બહુ પુત્ર ઉપરે, ભાનુમતી નામે સુતા એક એ કહી વીસમી ઢાળ રે, ઉદયરતન વદે, જિનપૂજા બહુ ગુણયુતા એ. ૧૮
ઢાળ એકવીસમી
| દેહા વસુધાપતિને વલ્લહી, પુત્રી પ્રાણ સમાન; જીવન જટિકાની પરે, જતન કરે રાજાન. પંડિત પાસે અભ્યસે, આગમઅરથ વિનાણ; પઢતાં સા પેઢી થઈ રૂપકલા ગુણખાણ. બાલભાવ તજી બાલિકા, યૌવન પામી જામ; કામ નૃપતિ કૂચમંડલે, તંબુ તાણ્યા તામ. ભાનુમતી ભૂષણ ધરા, સહુને જીવ સમાન; અષ્ટ ગુણે સા સુંદરી, ઓપે બુદ્ધિનિધાન. એકદિન રાજ્ય આવાસમાં, છૂટી વેણુ સુચંગ; થયામાં સૂતી ડસી, ભાનુમતીને ભુજંગ.
રાજભવનમાં ઉછળે, કોલાહલ સમકાલ; - હા હા પાઈ આ સહુ, કાલે કી બાલ. ૬