________________
૨૬૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ અમરી મરી તે અવતરે, જયશ્રી કૂખે જામ; સુપન લહે આ સુંદરી, મધ્યનિશા સમે તા. ૪ ઊતરતી આકાશથી, સમુસુતા શુભ રૂપ; હરખિત ચિત્તે હાથમાં, આવી બેઠી અનૂપ. ૫ મન વિકસ્યો તન ઉલ્લો , નીંદ ગઈ નયણેય; સુપન સંભારી સેજથી, ઊડી અબળા તેહ. ૬
(મહારઃ નિજગુરુ ચરણ પસાય-એ દેશી.) અબળ રૂપની આલિ, શયામાંથી રે ઊઠી જાણે સુરસુંદરી રે; આળસ મોડી અંગ, મૃગનયણું રે, ઊલટ મનમાંહે ધરી રે. ૧ ઉત્તમ વસ્ત્ર અનુપ, પહેરી પ્રેમે રે, ચાલી પ્રેમદા પ્રીતિશું રે; ગજગામિની મનગેલે, પાય પરઠી રે, રાજહંસની રીતિશું રે. ૨ અતિ આતુરતા નાહીં, મંદ ગતિ રે, મનહર પગની માંડણું રે; પહેાતી પ્રેમે તેહ, ભવનમાંહે રે, પઢયો છે જિહાં ભૂધણી રે. ૩ સલજ પણે સા વાળ, આભૂષણ રે, સમારે તે અંગના રે; આવી જાણે અભિરામ, સુધ જેવા રે, સુરકથી સુરાંગના રે. ૪ નિદ્રોમાંથી નરિદ, જેહલ નાદે રે, જા જિતશત્રુ જિશે રે; પ્રેમે કરી પ્રણામ, જય જય વાણું રે, કર જોડી રાણી કહે તિશેરે. ૫ નયણે નિહાળી નારી, ઊઠ કેડી રે, રોમરાય તવ ઉહસી રે; મરકલડે દઈ ભાન, હરખ વિશેષે રે, કર ફરસી બોલે હસી રે. ૬ રતન જડિત રમણિક, ભદ્રાસન રે, બેઠાની તવ આમના રે; અધિપતિ આપી તામ, કર જોડી રે, બેઠી તિહાં કમલાનના રે. ૭ માનિનીને મહારાજ, પ્રીતે પૂછે રે, મન તણી પછી વાતડી રે; કહે ભદ્ર! કુણુ કાજ, આજ અવેળા રે, પધાય પાછલી રાતડી રે. ૮ વનીતા બેલે વાણી, મનહર રે, મંગલ કલ્યાણકારણું રે; સરસ સુધા સમ જેહ, વિલન વિપદ રે, દુરિત દુઃખ નિવારણ રે. ૮ સાંભળતાં સુખ થાય, એવી વાણું રે, સ્વસ્થ થઈમુખે ઉચ્ચરે રે, લાજના લહેજામાંહી, મીઠે વયણે રે, મહીપતિનું મન હરે રે. ૧૦