________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૬૩ શુભમતિ રાણુ તે ઈમ સાંભળી છે, કરતી પશ્ચાત્તાપ અપાર રે; મુનિને વાંદી નિંદે કર્મને , ત્રિવિધ ત્રિવિધશું તેણુ વાર રે. અo ર૭ જિન કહે જે તુહે નિંદો અછો છ, દુષ્કૃત દુગંછા તે કર્મ રે; આલેચન કરતાં અમ શાખથી જી, શિથિલ થયા તે કર્મના મર્મરે. અ૦ ૨૮ પણ દુગંછા કર્મ વિપાકથી જી, ભવમાંહી ભમતાં એક વાર રે; ઉત્કૃષ્ટી લેહેશો આપદા છે, નિવિડ કમેં કરી નિરધાર રે. અ૦ ર૯ ઇને સાંભળીને આનંદેશું છે, નિર્મળ ભાવે સહુ નરનાર રે; મુનિને વંદી બેઠા વિમાનમાં છે, પહેયા ગજપુર નગરમઝાર રે. અo ૩૦ વહાર કરે તિહાંથી કેવલી છે, દેશ વિદેશે વિચરે સેય રે; આઠમી ઢાળે ઉદય કહે દર્યું છે, કીધાં કર્મ ન છૂટે કાય રે. અ૦ ૩૧
ઢાળ નવમી
| દોહા
રાજ કાજ ઋદ્ધિ ભગવે, રાજા શ્રી જયસૂર; શુભમતિશું તે સહી, સુખ વિસે શુભ નૂર. અનુક્રમે અંગજ જનમિ, સુપન તણે અનુસાર; ગગનમણિ તસ ગેલશું, નામ ઠવ્યું નિરધાર. વરસ પાંચને તે થે, નિશાળે ઠ તામ; ભણું ગણી લાયક હુઓ, સકલ કળા અભિરામ. ૩ બુદ્ધિ વધી ગયું બાળપણ, યૌવન પામ્યો જામ; પિતા પરણાવે તેહને, તરુણ કન્યા તામ. રાજ કાજની રીતિને, જાણે ચતુર સુજાણ; માત પિતા મન મોહ, કુમર થયે કુલભાણ. ૫
(શ્રી રે સિદ્ધાચળ ભેટવા–એ દેશી.) રાજા રણું હેલમાં, રમતાં એક રાત; રંગમાંહી થયું રૂસણું, વધે પડી વાત. શo ૧ માનિની હઠ મૂકે નહિ, મનાવે મહારાજ; રાણું બેલે રોષમાં, સ્વામી! નથી તુમ લાજ. રા૦ ૨