________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૨૫૯
(સારંગઃ મહારઃ દેશી વીંછિયાની.) વન અભિનવ નંદન વન સમે, જિહાં ઉત્તમ વૃક્ષ આલી રે; જિહાં ફૂલ પ્રફુલિત મહમહે, ફળભારે નમે તરુડાલી રે. ૧ મન મોહિયે તે વન દેખીને, નાનાવિધ વૃક્ષના વૃંદ રે; સુરભિ અતિ સુંદર અનેહરુ, પવને પ્રસરે મકરંદ રે. મ૦ ૨ જિહાં સુરનાં કિરણ ન સંચરે, વળી અજબ શોભા રમણું કરે; સુર પ્રિય છબિ સહામણી, સુંદર ઘણું સુશ્રી, રે. મ૦ ૩ લલિતા લતા તર લેલિશ, લપટાણી મહામહી રે; મહિલા જિમ મનભર મેદથી, આલિંગન દિયે ઉછાહિ રે. મ૦ ૪ વસંત તિહાં વાસ વચ્ચે, શીતલ વાયે સમીર રે; નાનાં મોટાં તરુના તિહાં, જિહાં ગુચ્છ ધણું ગંભીર રે. મ. ૫ તિહાં સજળ સરોવર સુંદરું, જાણે સુરસરની જોડી રે; ઝીણે સ્વરે જિહાં રણઝણે, મધુકર માલતીને છેડી રે.. મ૦ ૬ તે વન દીઠે દુઃખ વિસરે, જિહાં પંખીતણે નહિ પાર રે; એહવી લીલા ઉદ્યાનની, નીરખે સહુ નરનાર છે. મ૦ ૭ રાજા રાણી મન મેળવ્યું, નાનાવિધ વનના ખ્યાલ રે; નીરખે ને હશે તે વળી, પ્રફુલ્લિત લિ ગુલ્લાલ રે. મ૦ ૮ તેણે અવસર આ તિહાં, દુરગંધ ઘણું દુરવાસ રે; મુંહ મરડીને કહે માનિની, સ્વામી ! સુણો અરદાસ રે. મo ૯ એહવા સુરભિ વનખંડમાં, કિહાંથી આવ્યો દુરગંધ રે; જુએ આસપાસે જિ, દીઠ તિહાં એક મુણદ રે.
| મન મેહિ મુનિવર દેખીને ૧૦ કાયાની માયા મૂકીને, તનુ વોસિરાવી તેહ રે;
ભે છે ધ્યાનને અનુસરી, ચળા ન ચળે જેહ રે. મ૦ ૧૧ મલમલિન ગાત્ર છે જેહનું, ન સમારે જે નખ કેશ રે; જે શરીર શુશ્રષા નવિ કરે, માયા ન ધરે લવલેશ રે. મળ ૧૨ મેલું તન, મેલાં લૂગડાં, નિરમલ જેહનું છે મન રે; સ્નાન કરી કાયા ન સાચવે, વિષય તજી સેવે વન રે. મ૦ ૧૩