________________
૨૫૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ રાજાને કહે મનને રંગે, ગિરિ અષ્ટાપદ ગેલે રે; પૂજાને હેતે પ્રભુ જઈએ, બેહે જણ આપણ બેલે રે. રા. ૧૩ રમણને વશ છે રાજેસર, વળી નહિ વિખવાદ રે; મહામહે છે ઘણું માયા, મોતી જિમ નર માદા રે. રાત્રે ૧૪, ગરીનું ગાયું તે ગાયે, કથન ન લેપે કિહારે રે; વનિતા વચને બેસી વિમાને, પરિવે બહુ પરિવારે રે. રા. ૧૫ અનુક્રમે અષ્ટાપદ ગિરિ ઉપરે, આવ્યા સહુ આણંદ રે; રાષભાદિક જિનવર મનરંગે, વિધિશું વળી વળી વંદે રે. રા૦ ૧૬ કેસર, સુખડ, કુસુમ મળીને, પૂજા સત્તર પ્રકારી રે; આંગી રચી અરચા કરી ઉલ્લટ, ભાવે સહુ નરનારી રે. રાત્રે ૧૭ ગધપૂજા કીધી મન ગેલે, શુભમતિ રાણું રાગે રે; પૂછ જિનવર પ્રણમી પ્રેમે, મુગતિતણું સુખ માગે છે. રાત્રે ૧૮ યાત્રા કરી જુહારી જિનવર, ભેટી વળે ભૂપાલે રે, ઉદયરતન કહે છઠ્ઠી ઢાળે, સુણજે વાત વિશાલ રે. રા. ૧૯
ઢાળ સાતમી
દેહા નરનારી જિનને નમી, કરતા જિન ગુણગાન; વિમાને બેસી ચાલે વળી, ધરી મન જિનનું ધ્યાન. ૧ વિમાન ચાલે વારુ પરે, આકાશે અભિરામ; ગિરિકંદર વન ગહન ધન, જેમાં નવ નવ ઠામ. ૨ નવ નવ જનપદ નીરખતાં, નદી નગર નગ શૃંગ; જુએ જાલિમ કેસરી, વિવિધ વૃક્ષ ઉત્તગ. ૩ ઈમ અનુક્રમે આવતાં, વારુ એક વનખંડ; ફૂલ્ય સફળ સહામણો, કુસુમ સુવાસ કરંડ. ૪. આવી તે ઉદ્યાનમાં, વેગે રાખી વિમાન; નયણ રસે નરનારી સવિ, અવલેકે તે થાન, ૫