________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
૨૫૩ સૂત્ર સિદ્ધાંત તે સાંભળી, દેહિલે દિલમાં ધરો રે; સEહણ સાચી ધરી, દેહિલે કાયાએ કરે રે. ઇમ. ૧૬ સમક્તિ વત સાચું ધરી, સદ્ગુરુની કરે સેવા રે; ગુણ એકવીશ જેહમાં કહ્યા, શ્રમણોપાસક એહવા રે. ઇમ૦ ૧૭. કુગુરુ, કુદેવ, કુધર્મશું, મનમાં મેહ ન આણે રે; મિથ્થામતિ દૂર ત્યજી, જીવાદિ તત્ત્વને જાણે રે. ઇમ૦ ૧૮ વ્રત બારે વિગતે કરી, શુદ્ધ અને આરાધે રે; ચૌદ નિયમ ચિત્તમાં ધરી, પાળે મનની સમાધે રે. ઈમ૦ ૧૯ શ્રમણોપાસકને સહી, એહવે મારગ આપે રે; એહથી અધિકે તે વળી, ચારિત્રરસ જેણે ચાખે રે. ઇમ૦ ૨૦ સર્વવિરતિ પહેલે કહ્યો, દેશવિરતિ ધર્મ બીજો રે; એ બેહની સરવડે, ત્રિભુવનમાં નથી ત્રીજે રે. ઈમe ૨૧. ધરમની દેશના ધારીને, અગડ નિયમ લિયે કેઈ રે; વંદીને મંદિર વળ્યા, લાહે ધર્મને લઈ રે. ઈમ. ૨૨ ચેથી ઢાળે ચેતજે, ઉદયરતન ઈમ આખે રે; હરિચંદ્ર રાજા હવે, બે કર જોડી ભાખે રે. ઇમo ૨૩,
ઢાળ પાંચમી
દોહા બેલે બે કર જોડીને, સ્વામી કહું છું સત્ય; વચન તમે જે જે કહ્યાં, તે મેં કીધાં મહત્ત. ૧ શ્રાવકને ધર્મ હિલો, પણ મુજ ન પળે સ્વામ ! . સંયમ પણ લેતાં સહી, મુજ મન ન રહે ઠામ. ૨. તે માટે તેહવો કહે, ઉત્તમ કોઈ ઉપાય; સેહિલો જે સાધી શકે, મન પણ રહે મુજ કાય. ૩. લાભ અધિક લહિયે જિણે, જેહવી મારી શક્તિ; અગડ, નિયમ વ્રત આદિકે, કે કોઈ દેવની ભક્તિ. ૪ ,