________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
અર્ચા અરિહંત દેવની, અષ્ટ પ્રકારી જેહ, ભાવ ભેદ જુગતે કરી, વિધિશું વખાણું તેહ. પૂજા અષ્ટ પ્રકારની વિવિધ વાત વિનોદ, સુશ્રાવક તે સાંભળી, મનમાં લહેશે પ્રમોદ. ભક્તિભાવ વધશે. વળી, સાંભળી કથાસંબંધ; એક પૂજા ને શ્રવણરસ, સોનું અને સુગંધ. કવિ કેળવણી કેળવી, વાણું વિવિધ વિલાસ; ભવિયણને હિતકારણે, રચશું પૂજારાસ.
| (સામેરી : દેશી રસિયાની) લાખ જયણને હે જંબલીપ છે, વર્તલ ધાટે રે જેહ વખાણે; દેય લખ જોયણ લવણ સમુદ્રશું, વલયાકારે રે વેષ્ટિત જા. ૧ ભાવ ધરીને હે ભવિય સાંભળો, જિમ તમે પામો રે પરમ જગીશ; પ્રેમે પૂજાનાં ફળ સાંભળી, પ્રીછી પૂજે કે શ્રી જગદીશ. ભાવ ૨ મેરુ પર્વત મધ્ય ભાગે સહી, છે જંબૂતરુ રે જેહને છેડે; અવર અનંતા દીપ સમુદ્ર છે, વલયને રમે રે વીંટા કેડે. ભાવ૦ ૩ ભમરી દેતાં હે મેરુ પાખલી ભમે, દય શશહર ને રે દયભાણ; સુંદર સકલ દીપશિરોમણિ, મધ્ય મનહર રે જગતી મંડાણ. ભાવ ૪ તેહમાં મેરૂ થકી દક્ષિણ દિશે, ભરત નામે રે ક્ષેત્ર વિરાજે; બત્રીસ સહસ જનપદ જેહમાં, નિવસે વારુ રે ચઢત દિવાજે. ભાવ૦ ૫ એકત્રીસ સહસ હો વસે આગલા, સાઢી ચિહરિ રે ઉપર સહી; પાપને પુણ્ય હે જિહાં પ્રીછે નહિ, અનાર્ય દેશની રે સંખ્યા કહી. ભાવ ૬ સાડા પચવીસ દેશ સોહામણ, આર્ય ઉત્તમ રે જોયા જેહવા; સઠ શાલાકા પુરુષ જિહાં ઊપજે, તિમ વળી વિચરે રે જિહાં જિન દેવા.
ભાવ ૭ સક્ષમ બાદર છવને સદ, આશ્રવ ટૂંધી રે કરે પચ્ચકખાણ; અરિહંત દેવે છે આગમમાં ભાળે, આરજ દેશનાં રે એહ અહિઠાણ.
ભાવ