________________
૨૩૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ચિત્યવન્દન મુદ્રાએ બેસીને નમુત્થણું તથા જાવંતિ ચેઈઆઈo કહીને ખમાસમણ દેવું, પછી જાવંત કવિ સાહૂ તથા નમેહંતo કહીને નીચેનું સ્તવન ગાવું.
ત્રીજા જોડાનું સ્તવન ચાલેને ચેતનજી! પ્યારા, વીરવન્દન જઈએ; વીરવન્દન જઈએ રે વહાલા ! વીરવન્દન જઈએ. બાર વરસ દુષ્કર તપ તપિયા, સકલ કર્મ વારી; વૈશાખ સુદ દશમી શુભ દહાડે, આપ દશા ભાળી.
ચાલને ચેતનજી! ૦ ૧ કેવલજ્ઞાન ને કેવલદર્શન, તેરમે ગુણઠાણે; ગુણ અનન્તા પ્રગટયા પ્રભુને, ભૂત, ભવિષ્ય જાણે.
ચાલેને ચેતનજી ! - ૨ જમિયગામથી બાર જોયણપર, ગણધરને ઠામ; રાતેરાત પ્રભુજી પધાર્યા, મહસેન વન નામ.
ચાલોને ચેતનજી! ૦ ૩ માધવ સિત એકાદશી દિવસે, સુરપતિ અતિ હરસે સમવસરણની રચના કીધી, પ્રભુ અમૃત વરસે.
ચાલેને ચેતનજી! ૦ ૪ આઠ દેવ ને ચાર માનવની, પરષદ એ બારે નિજ નિજ ભાષાએ સહુ સમજે, પ્રભુગુણ દિલ ધારે.
ચાલેને ચેતનજી ! ૦ ૫ ૧ “સાદિ અનન્ત પ્રગટયા પ્રભુને” તથા “ક્ષાવિકભાવે પ્રગટયા પ્રભુને” આ પ્રમાણે અન્ય પ્રતમાં પાઠાંતર છે.