________________
૨૩૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ ચાલીસ મણનાં માપનું, ગાડું એક ભરાય; એવા બસે પચીશ માન, પ્રતિદિન દાન દેવાય. ૮ વરસ દિવસના સેનિયા, ત્રણસે કોડ અય્યાશી; એંસી લાખ ઉપર, સંખ્યા એહ પ્રકાશી. ૯ ગણના એક દિવસ પરે, વરસ દિવસની લીજે; ગણધર–વચન પ્રમાણથી, એ ઉપચાર કરી જે. ૧૦ ષટ અતિશય જે દાનના, તેથી દેવે દાન; દેય હાથે દેય મૂઠડી, યાચક ભાગ્ય પ્રમાણ ૧૧ દીપવિજય કવિરાજને, વીર પ્રભુ દિયે દાન; ભવ્ય જીવને એગ્યતા, કારણ પરમ નિધાન. ૧૨
અંકિચિ , નમુત્યુ કહીને પ્રથમ જોડામાં બતાવેલા વિધિ પ્રમાણે નીચેની ચાર સ્તુતિ કહેવી.
ત્રીજા છેડાનું સ્તુતિચતુષ્ક
(શ્રી શત્રુંજય તીરથ સાર) ષટ અતિશય કહું વષીદાન, સૌધર્મ ઈન્દ્ર સુગુણનિધાન,
અવસર પુણ્યપ્રધાન, દેય હાથ પર બેસે સુજાણ, થાકે નહીં પ્રભુ દેતાં દાન,
અતિશય પહેલે જાણ બીજે ઈન્દ્ર જે કહિયે ઈશાન, છડીદાર થઈ રહે એકધ્યાન,
* શાશ્વત એહ વિધાન, ચોસઠ ઈન્દ્ર વજીને જાણે, લેતાં દેતાં સુર વારે તે ઠાણ,
અતિશય બીજો પ્રમાણ. ૧