________________
વિભાગ નવમે ઃ સઝાય સંગ્રહ
[ ૨૧૯ પાંચમે પદ મુનિરાજને ખામે, સકલ કરમ વામે; ચઉશરણ સૂત્રમાંહે વરણવ્યાં, તેહને શિર નામે.
ખામણલાં. ૬ મૃગાવતી ને ચંદનબાળા, ખામણલાં ખામે, મિચ્છામિ દુક્કડં દેતાં દેતાં, કેવલ દુગ પામે.
ખામણલાં ૭ રાગ-દ્વેષને દૂર નિવારી, ઉદાયન ખામે; ચંડ પ્રદ્યોતન નૃપની સાથે, વૈર સવિ વામે.
ખામણલાં. ૮ અઈમ મુનિ મિચ્છા દુક્કડ, દેતાં ગુણ પાયે; કેવલજ્ઞાન ને કેવલદર્શન, સિદ્ધાંતે ગાયે.
ખામણલાં. ૯ શ્રાવક ગુણવંતાને ખામો, સમકિત ગુણ ભરિયા, બારે વ્રત ને ચૌદ નિયમનાં, આભૂષણ ધરિયા.
ખામણલાં ૧૦ શ્રાવિકા ગુણવંતીને નામે, પતિવ્રતા વ્રત ધારે, શીલ આભૂષણે દેહ શોભાવે, જિન ગુણ સંભારે.
ખામણલાં ૧૧ માતપિતા બંધવ વળી સહુને, અંતર મદ ગાળી; મહેમાહે ખામણાં ખામે, રાગ-દ્વેષ ટાળી.
- ખામણલાં. ૧૨