________________
મા
-૨૨૦ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
કુંભાર ક્ષુલ્લક મિચ્છા દુક્કડ, ફલ તસ નવિ પાવે; અંતર ભાવે ખામણું કરતાં, પાપ સયલ જાવે.
ખામણલાં. ૧૩ મુખ મીઠાં ને અંતર ધીઠાં, ખમણલાં દેશે ઉચ્ચ ગતિને વારી નીચી, ગતિને તે લેશે.
ખામણલાં૧૪ અંતર ઉપશમ અમૃત સીંચી, ભવ ભય દિલ રાખી, મિચ્છામિ દુક્કડં દેવે તેહની, શુદ્ધ ગતિ દાખી. શુદ્ધ ગતિ દાખી રે તેહને, સીમંધર સાખી.
ખામણલાં ૧૫ ઈમ સહુ સંઘને ખામણું ખામે, આતમ ગુણકારી; દીપવિજય કવિરાજ પતા, તેહની બલિહારી.
ખામણલાં ૧૬