SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ–બીજો ભાગ ૧૮, શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તુતિ મુનિસુવ્રત મહિમા, કહેતાં ન આવે પાર, હરિવંશ વિભૂષણ, નિર્દૂષણ, સુખકાર; જગમાંહીં જેહને, નહીં કે મિત્ર અમિત્ર, જેહ મિત્ર ભુવનને, જેહને તાત સુમિત્ર. ૧૯. શ્રી નેમિનાથ જિન સ્તુતિ નમિ જિનવર નમીએ, વમીએ દુરિત અશેષ, જેહથી નિતુ લહીએ, આતમગુણ સુવિશેષ; ઉપશમીએ અંગે, શમીએ કર્મને કાટ, અન્ડર રિપુ દમીએ, એ શિવપુરની વાટ. ૨૦. શ્રી વીસ વિહરમાન જિન સ્તુતિ સીમંધર, યુગમંધર સ્વામી, બાહુ, સુબાહુ, સુજાત, નમામિ, શ્રી સ્વયંપ્રભ ગુણધામી, ઋષભાનના-નંતવીય ઉદાર, સુરપ્રભ, વિશાલ, વજધર સાર, ચંદ્રાનન મહાર; ચંદ્રબાહુ, ભુજંગ, જિનેશ, ઈશ્વર, નેમિપ્રભ, જગદીશ, વીરસેન મહાભદ્ર ઈશ; ચંદ્રજસા, જિતવીર્ય ભદંત, વીસે વિચરતા અરિહંત, હું પ્રણમું ધરી ખંત.
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy