________________
વિભાગ આઠમો : પ્રકીર્ણ સ્તુતિઓ
૧. શ્રી અજિતનાથ જિન સ્તુતિ શ્રી અજિત જિનેસર, સાર્થક જેહનું નામ, માતા પણ જીતી, ગર્ભ બળે ગુણ ધામ, મહાદિક વૈરી, જિણે જીત્યા નિજજેર, તે સાહિબ બીજે, મુજ મન વનને મેર.
૨. શ્રી સંભવનાથ જિન સ્તુતિ ભવ ભવને ભેદી, અકલ સ્વરૂપ અવેદી, ન કદા નિરવેદી, શિવ વધુ સંગ ઉમેદી; દુઃખ દુરિત વિછેદી, અતિશયવંત અખેદી, સે સંભવજિન, વસ્તુ સકલને વેદી. ૩. શ્રી અભિનંદન સ્વામી જિન સ્તુતિ જિનવર અભિનંદન, ચંદન જિમ જસ વાસ, સંવર નૃપ નંદન, પાપ નિકંદન ખાસ; જગજન આનંદન, નંદનવન પરે જેહ, નિતુ વંદન કરીએ, ધરીએ પૂરણ નેહ,
૪. શ્રી સુમતિનાથ જિન સ્તુતિ સુમતિ સુખ લહિયે, સુમતિ કરતિ થાય, સુમતિ ગુણ ગ્રહીએ, સુમતિ અવગુણ જાય; ઓળખિયે સુમતિ, વસ્તુ અવસ્તુ વિશેષ, સુમતિ પ્રભુ સેવે, ગ્રહી સુમતિ વિહિ લેશ,