________________
વિભાગ સાતમે સ્તુતિચતુષ્કાત્મક સ્તુતિસંગ્રહ [ ૧૮
પ્રવચન જિન આગમ, પહોંચાડે ભવતીર, દીવાલી કમલા, ભાવ તિલક વર હીર. ૧-૪
૫. શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ સિદ્ધચક આરાધ, સાધે વાંછિત કાજ, શ્રી અરિહંતાદિક, સેવ્યાથી શિવરાજ; જિન આગમમાંહી, સિદ્ધચક્ર શિરતાજ, વિમલેસર પૂરે, ભવિજન વાંછિત આજ. ૧-૪
૬. શ્રી સિદ્ધચક્રની સ્તુતિ સિદ્ધચકને સેવે, મન વચ કાય પવિત્ત, અરિહંતાદિક પદ, સેવે એકણું ચિત્ત, જિનવાણી સુણીને, ખરચે બહુલું વિત્ત, વિમલેસર પૂરે, મન વાંછિત તુમે નિત્ય. ૧-૪
૭. શ્રી સિદ્ધચકની સ્તુતિ સિદ્ધચક આરાધી, કીજે બિલ એકાશી, અરિહંતાદિ જપમાલી, વીસ ગણિયે તે ખાસી, નવ આંબિલતપ ભૂમિ સંથારે, ઈમ જિનવાણી પ્રકાશી, પવવિજ્યનાં વાંછિત પૂર, વિમલેસર સહમવાસી. ૧-૪
૮. શ્રી સિદ્ધચકની સ્તુતિ સિદ્ધચક આરાધો, નિત્ય નવ દેહરા જુહાર, અરિહંતાદિક પદમાં, જિન આતમ અવતારે; એક પદે શિવપદ લહે, એમ જિનવાણી વિચારે, કહે પદ્યવિજય હાય, વિમલેસર સુખકારે. ૧-૪