________________
વિભાગ પાંચમો વીસ જિન સ્તુતિચતુષ્ક
[ ૧૭ ૧૬. શ્રી શાન્તિનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
જિનપતિ જયકારી, પંચમે ચકધારી, ત્રિભુવન સુખકારી, સપ્ત ભયને નિવારી; સહસ એસઠ નારી, ચૌદ રત્નાધિકારી,
જિન શાંતિ જિતારિ, મોહ હસ્તી મૃગારિ. બીજી, ત્રીજી અને એથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્કા મુજબ)
૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
જિન કુંથુ દયાલા, છાગ લંછન સુહાલા, જસ ગુણ શુભમાલા, કંઠ પહેરે વિશાલા; નમતિ ભવિ ત્રિકાલા, મંગલશ્રેણિ શાલા,
ત્રિભુવન તેજાલા, તાહરે તજિ માલ. (બીજી, ત્રીજી અને ચોથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ)
૧૮. શ્રી અરનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
અર જિનપતિ જુહારું, કર્મના કલેશ વારુ, અહનિશિ સંભારું, તાહરૂં નામ ધારું, કૃત જયજયકા, પ્રાપ્ત સંસાર પારુ,
નવિ તેહ વિસારું, આપણે આપ તારુ. (બીજી, ત્રીજી અને એથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્કા મુજબ)