________________
૧૬૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ ફલકામિત આશં, નામથી દુષ્ટ નાશ,
મહી મહિમ પ્રકાશ, સાતમા શ્રી સુપાસે, સુર નર જસ દાસ, સંપદાને નિવાસં,
ગાય ભવિ ગુણરાસં, જેહના ધરી ઉલ્લાસ. { (બીજી, ત્રીજી અને ચેથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્કા મુજબ)
( ૮ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ : શુભ નરગતિ પામી, ઉદ્યમી ધર્મધામી,
જન નમે સિર નામી, ચંદ્રપ્રભ નામ સ્વામી, મુજ અંતરયામી, જેહમાં નાહીં ખામી,
શિવગતિ વરગામી, સેવીએ પુણ્ય પામી. | (બીજી, ત્રીજી અને ચોથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ)
૯ શ્રી સુવિધિનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ સુવિધિજિન મહંતા, નામ વળી પુષ્પદંતા,
સુમતિતરણિકતા, કંતથી જેહ સંતા; કિયા કર્મ પૂરતા, લચ્છી લીલા વરંતા,
- ભવજલધિ તરંતા, તે નમીજે મહંતા. (બીજી, ત્રીજી અને એથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ)