________________
વિભાગ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૫૯ ૬૮. શ્રી નવ પદ વર્ણનાત્મક સ્તવન | (સિદ્ધારથના રે નંદનવિનવું) ભાવે કીજે રે નવ પદ પૂજના, જેહમાં ધરમી રે પાંચ; ચાર ધરમ એ મારગ મેક્ષને, સાચે શિવવધૂ સાંચ.
ભા . ૧ તત્ત્વ ત્રણ છે રે નવ પદમાં સદા, સંખ્યા હોય ત્રણ ચાર; આરાધે તે નર નિયમા લહે, ભવ સાયરને રે પાર.
ભાવે૨ પદ પહેલે પ્રણમે અરિહંતને, નિર્મલ ગુણ જસ બાર; વિચરતા દશ દુગુણ જિનેરુ, ત્રિભુવન જન આધાર.
ભાવે ૩ અષ્ટ કરમ ક્ષય કરી શિવપદ લહ્યું, પ્રગટયા ગુણ એકત્રીશ; સિદ્ધ અનંતા રે નમતાં નીપજે, સહજ સ્વરૂપ જગીશ.
ત્રીજે પદ આચારજ ભવિ! નમે, ગુણ છત્રીશ નિધાન; આગમ શુદ્ધ પ્રરુપક ગુણથકી, જે જિનરાજ સમાન.
ભાવે. ૫ આચારજ પદની ધરે યોગ્યતા, કરતા નિત્ય સક્ઝાય; ગુણ પચવીશ સહિત પાઠક નમે, સંઘ સકલ સુખદાય.
ભાવે. ૬ રત્નત્રયી આરાધક મુનિવરા, ગુણ સત્યાવીશ ધાર; પંચમપદ સેવી બહુ જન લહે, શાશ્વત શિવસુખ સાર.
ભાવે. ૭