________________
૧૫૬ ].
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ તેહને ૭. શ્રી નવકાર મહિમા જિન સ્તવન પણ ( નમે રે નમે શ્રી શત્રુંજય ગિરિવર ) શ્રી નવકાર જપ મન રંગે, શ્રી જિનશાસન સાર રે; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જય જયકાર રે. શ્રી૧ પહેલે પદ ત્રિભુવન જન પૂજિત, પ્રણમે શ્રી અરિહંત રે; અષ્ટ કરમ ઝીપક બીજે પદ, ધ્યાવે સિદ્ધ અનંત રે. શ્રી. ૨ આચારજ ત્રીજે પદ સમરું, ગુણ છત્રીસ નિધાન રે; ચેથે પદ ઉવઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ રે. શ્રી૩ સવિ સાધુ પંચમ પદ પ્રણયે, પંચ મહાવ્રત ધાર રે; પદ નવ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ ઉદાર રે. શ્રી૪ સાત ઈહ ગુરુ અક્ષર દીપે, એક અક્ષર ઉચ્ચાર રે, સાત સાગરનાં પાતક જાવે, પદ પચ્ચાસ વિચાર છે. શ્રી. ૫ સંપૂરણ પણસય સાગરનાં, પાપ પેલાવે દૂર રે, ઈહ ભવ ક્ષેમકુશલ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર રે. શ્રી ક્ષણમાં સેવન પુરુષે સીધે, શિવકુમાર ઈણે ધ્યાન રે, સરપ ફીટી હુઈ પુષ્પમાલા, શ્રીમતીને પરધાન છે. શ્રી ૭ યક્ષ ઉપદ્રવ કરતે વાર્યો, પરંતલ કરે સાનિદ્ધ રે, ચાર ચંડપિંગલ ને હુંડક, પાવે સુર નર સદ્ધ . શ્રી. ૮ એ પરમેષ્ઠી મંત્ર જગ ઉત્તમ, ચૌદ પૂરવને સાર રે, ગુણ ગાવે શ્રી પદ્યરાજ ગણું, મહિમા અગમ અપાર રે. શ્રી. ૯