________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૫૯ ગુણ અનંત છે જેહના, ધર્મધ્યાન નિત્ય કીજ પ્રભુ ગુણ શુદ્ધાશય સુણી, સાહજ ભાવ ઓળખી જે. કલ્પતરુ સમ કલ્પસૂત્ર, જિન મંદિર પધરાવે; ગીતગાન આતમ રમણ, કરી મંગલ ગાવે. ૩ કરી વરઘોડે અભિન, જિન શાસન દીપાવે; શુભ કરણ અનુદતા, ગુરૂ સમીપે લા. ૪ ગુરૂ પ્રપે વાયણા, ભાવે ભવિકને કાજે; છઠ્ઠ તપ કીજે નિરમેલે, ચઢવા શિવગિરિ પાજે. ૫ પડેવે દિન પ્રભુ વીરને, જન્મોત્સવ કરિયે; સાહમને ભેજન દેઈ, સુકૃત ભાજન ભરિયે. ૬. અદૃમ તપ કરી સાંભળે, શેષ રહ્ય અધિકાર; નાગકેતૂ પરે ભવિ તુમે, પામે ભદધિ પાર. ૭. સુણવા બારસા સૂત્રને, ભવિ થઈએ ઉજમાળ; શ્રીફલ સાહષ્મી પ્રભાવના, કરી ટાળે જંજાળ. ૮ અઈ ષટુ તુલ્ય છે, પણ એ કહીએ અધિકેરી; કારણ કારજ ઉલરે, ટાલે ભાવફેરી. ૯ દ્વીપ નંદીસર આઠમે, દેવ મળી સમુદાય; અઠ્ઠઈ મહેચ્છવ કરી, સ્વ, સ્વ, સ્થાનક જાય. ૧૦ સુલભ બેધિ જીવની, હરખે સાતે ધાત; તે માટે આરાધીએ, મન કરી એ રળિયાત. ૧૧ તપગચ્છ નાયક સેહરા એ, વિજય લક્ષ્મી સૂરિરાય; પંડિત પ્રેમવિજય તણે, દીપવિજય ગુણ ગાય. ૧૨