________________
૧૩૮ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસાહ-ખીજો ભાગ
અંતરભરમ ગયા સિવ દ્વ, તત્ત્વ સુધારસ પાનમાં; પ્રભુ તુમ દૃષ્ટિ ભઈ મુજ ઉપરે, અંતર આતમ શાનમાં.
મન ૩
દરસ સરસ દેખ્યો જિનજીકે, લગન લગી તારા ધ્યાનમાં; કેવલકમલા કુંત, કૃપાનિધિ, ઓર ન દેખ્યો જહાનમાં.
મન ૪
અશરણુશરણુ જગત ઉપકારી, પરમાતમ શુચિવાનમાં; રામ કહે તુમ આણા ભવા ભવ, ધારી નય પરમાણુમાં.
મન ૫
૫૩, શ્રી સામાન્ય જિન સ્તવન
તારી અકલ અલખ ગતિ જાણી રે, મારા આતમજ્ઞાની ! બ્રહ્મ સુષિર મધ્ય આસન થાપી, તું તે અનહદ નાદના વ્યાપી એ.
મારા૦ ૧
યમ, નિયમ, આસન લઈને, વળી પ્રાણાયામ દઈને રે.
મારા ર
પ્રત્યાહાર ને ધારણા રાખી, તિમ ધ્યાન સમાધિની સાખી રે.
મારા ૩
રેચક, પૂરક, કુંભક યાગી, થયા મન ઇંદ્રિય ભોગી રે.
મારા૦ ૪
થિરતા જોગ જીગતિની ચાલી, ભલી નિજ પાલખીવાળી.
મારા ૫ આપે।આપ વિચાર જગાવી, તિમ હુંસ પરમહંસ ભાવી રે. મારા ૬ પરમાતમની પદવી જાણી, ઈમ શ્રી જિનવિજય વખાણી રે. મારા છ