________________
૧૨૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ-બીજો ભાગ સોવનમયી રૂપામયી રે લાલ, કળશ મણિમય ચંગ, મેરે. સેવન રૂપામયી સહી રે લાલ, કનક મણિમય રંગ. મેરે
વંદુ ૦ ૧૦ રજત મણિમય દીપતા રે લાલ, કનક રજતમણિ કુંભ મેરે અષ્ટમ મૃમ્ભયી જાણિયે રેલાલ, ખીરસિંધુભર્યું અંભ. મેરે.
વંદું. ૧૧ ઢાળ બીજી
(મારા માન્યા) સઠ હરિ અય્યતાદિકે રે, કીધા ક્લશ વરિષ્ઠ, મનના માન્યા; નંદિરાજ કૃત કુંભમાં રે, દિવ્યાનુભાવે પવિ૬, મનના માન્યા. પ્રભુ અહનિશ ધરું તુમ ધ્યાન, મુને આપે સમકિત દાન, જેહથી લહિયે મુગતિ નિદાન, મનના માન્યા. ૧ પૂર્વાભિમુખ બેસારીને રે, સ્વામીને મંદિરાજ; મનના સુરાનીત ક્ષીરદકે રે, સર્વોષધિ મૃત્તિકા સમાજ. મનના ૨ સ્નાન કરાવ્યું તેણે જલે રે, હરિ કર આદર્શ ભંગાર; મનના પ્રભુ આગે ઊભા રહ્યા રે, બેલે જય જયકાર. મનના ૩ અંગ વિલેપન ચંદને રે, કઠે ધરી ફૂલમાળ; મનના શ્વેતવસ્ત્રાવૃત્ત ગાત્ર શું રે, વર હાર કિરીટ વિશાળ. મનના ૪ કાને કુંડલ શેભતાં રે, કટક મંડિત ભુજ દંડ મનના કંઠપીઠ બહુમૂલ્યનું રે, ધારિત વસ્ત્ર અખંડ. મનના. ૫ નંદિરાજકૃત શિબિકા રે, ચંદ્રપ્રભા જે પવિત્ર, મનના બહ શત થંભ જેહમાં રે, મણિ મેતી કનક વિચિત્ર.
મનના૦ ૬