________________
૧૧૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ૪૩. શ્રી મહાવીર જિન સ્તવન
(પ્રભુ તુજ શાસન અતિ ભલું) સુણ સુગુણ સનેહી સાહિબા ! ત્રિશલાનંદન મહાવીર! રે; શાસનનાયક! જગધણી ! શિવદાયક ! ગુણગંભીર! રે.
-
સુણ૦ ૧ તુમ સરીખા મુજ શિર છતે, હવે મેહ તણું નહિ જોર રે, રવિ ઉદયે કહે કિમ રહે, અંધકાર અતિ ઘનઘેર રે
સુણ૦ ૨ વેષ રચી બહુ નવનવા, હું ના વિષમ સંસાર રે, હવે ચરણ શરણ તુજ આવિયે, મુજ ભવની ભાવઠ વાર રે.
૩ હું નિગુણે તે પણ તાહરે, સેવક છું કરુણનિધાન રે, મુજ મન મંદિર આવી વસે, જેમ નાસે કર્મ નિદાન રે.
સુણ૦ ૪ મનમાં વિમાને છે કિહ્યું, મુજ મહેર કરે જિનરાજ રે, સેવકનાં કષ્ટ નવિ ટળે, એ સાહિબને શિર લાજ રે.
સુણ ૫ તે અક્ષય સુખ અનુભવે, તસ અંશ દીજે મુજ એક રે; તે ભાંજે ભૂખ ભભવ તણી, વળી પામું પરમ વિવેક રે.
સુણ૦ ૬ શી કહું મુજ મન વાતડી, તુમે સર્વ વિચારના જાણ રે, વાચક જસ એમ વિનવે, પ્રભુ દેજે કોડ કલ્યાણ રે.
સુણ ૭