________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવન
[ ૧૧૩ ૪૨. શ્રી મહાવીર જિન સ્તવન
(સમવસરણ બેસી કરી રે ). નંદન ત્રિશલા દેવીને રે, વર્ધમાન વડભાગ; શાસનનાયક સાહિબે રે, કરુણાનિષિ વીતરાગ રે. વીર જગતધણી, ભાવધરમ દાતાર રે, સુગુણશિરેમણિ. ૧ કંચન કાંતિ સહામણી રે, સાત હાથ હનુમાન; સિંહ લંછન પય સેહતું કે, ભયવારક ભગવાન રે. વીર. ૨ ત્રીસ વરસે પ્રભુ સંયમી રે, છાંડી સવિ પરિવાર; બાર વરસ છદ્મસ્થમાં રે, તપ તપિયા અવિકાર રે. વર૦ ૩ કેવલ કમલા પામિયા રે, સમવસરણે સુખદાય; મહા ગેપ મહામાહણે રે, મહા સત્યવાહ કહાય રે. વીર. ૪ બાર ગુણે પ્રભુ દેહથી રે, વૃક્ષ અશોક મહંત; છન્નત્રયી ત્રિભુવન ધણી રે, ભામંડલ ઝળકત રે. વીર. ૫ કુસુમવૃષ્ટિ જાનુ લગે રે, પંચ વરણ સુરસાલ; ચંચલ ચામર ઊજળાં રે, મુખકજ માનું મરાલશે. વર૦ ૬. ગાજે ગગને દુંદુભિ રે, ભાંખે જગત સામ્રાજ; માનું સવિ સુરવર પ્રયતે રે, તારી સેવા કાજ રે. વિર૦ ૭ રત્ન સિંહાસન બેસીને રે, દિવ્યધ્વનિ વરસંત, છ રાગ છત્રીસ રાગણી રે, સુરનરતિરિ સમજત રે. વીર. ૮ સદુદહણ સુરેલડી રે, ભવિ મનમંડપ રેપ; સીંચી શમ અમૃતરસે રે, તૃષ્ણા તાપને લેપ રે. વીર. ૯ કેવલ રુપ તે ફાલશે રે, ફળશે અવ્યાબાધ; ક્ષમાવિજય જિન નિમિત્તથી રે, પ્રગટે પરમ સમાય રે. વિર૦૧૦