________________
૧૧૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ કેવલજ્ઞાનની વાત જ કહી તે, વીતરાગતા જિહાં થતી; મન ઈચ્છિત વાંછિત સવિ પૂરે તે, જગમાં ત તે જાગતી.
કેસર૦ ૩ સેળ સહસ મુનિ સાધવી જાય તે, અડતીસ સહસ તે મહાસતી; સહસ મુનિ જસ કેવળધારી તે, સાડા ત્રણસેં વિપુલમતિ.
કેસર૦ ૪
ધરણરાય જસ શાસનમાંહી તે, વિઘન ચૂરે પદમાવતી; તે પ્રભુજીની પાટણમાંહી તે, ઠવણ જળહળ શોભતી.
કેસર૦ ૫ આંગી અજબ જડાવની બની તે, દેખી ભવિ મન મેહતી; પૂજે માલતી મેગર ચંપક, જાઈ જૂઈ મહમહકતી.
કેસર૦ ૬ સવિ દુઃખભંજક દેવને દેવ તે, પ્રાતઃ સમે કરું વિનતી કર જોડી નિત નિત ગુણ ગાઉં તે, ભાવ શુદ્ધ કરું આરતી.
કેસર૦ ૭ અવ્યાબાધ દિયે સુખ મુજ તે, જે સુખની સ્થિતિ શાશ્વતી; કારણ નિમિત્ત તુમે પ્રભુ તાસ તે, તેણે કરિયે એમ વિનતિ.
કેસર૦ ૮ સત્ય નિમિત્તથકી અમ ચિત્ત તે, આશા રહે છમ વધતી શ્રી જિન ઉત્તમવિજયને શિષ્યને, પદ્ય કહે એમ શુભમતિ.
કેસર૦ ૯