________________
૧૦૬
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ-ભાગ બીજો હાલાજી, પતિત ઉદ્ધારણ તારણ, એહ વિશેષ છે રે; વહાલાજી, વામાસુત! અરદાસ, દાસની એહ છે રે લે. પ હાલાજી, અશ્વસેન કુલચંદ, અધિક ગુણગેહ છે રે લે; હાલાજી, તારે આતમ રીઝે, પ્રભુ શું નેહ છે રે લે. ૬ વહાલાજી, પામી પરમ દયાલ કે, વિનતિ એ કહું રે લે; હાલાજી, રંગ કહે રુચિ રંગે, જિનસંગે રહું રે લે. ૭
૩૫. શ્રી પંચાસર પાર્શ્વનાથ સ્તવન
| (સારંગ) કાનમાં કાનમાં કાનમાં, તારી કરતિ સુણ મેં કાનમાં. ૧ ઘડી ઘડી મેરે દિલથી ન વિસરે, ચિત્ત લાગ્યું તુજ ધ્યાનમાં
તારી૨ પ્રતિહારજ આઠ અનુપમ, સેવ કરે એક તાનમાં.
તારી ૩ વાણ પાંત્રીસ અતિશય રાજે, વરસે સમકિત દાનમાં,
તારી ૪ તુમ સમ દેવ અવર નહિ દુજે, અવનીતલ આસમાનમાં
તારી ૫ દેખી દેદાર પરમ સુખ પાયે, મગન ભયે તુમ જ્ઞાનમાં.
તારી. ૬ વામાનંદન પાસ પંચાસર, પરગટ સકલ જહાનમાં.
તારી. ૭ જિન ઉત્તમ પદ રંગ લાગે, ચેળ મજીઠ જિન ધ્યાનમાં
તારી. ૮